Botad: ગઢડાના ગોપીનાથજી મંદિરની મંગળા આરતીમાં એવુ તે શું થયુ કે વીડિયો થયો વાયરલ

|

May 16, 2022 | 2:27 PM

ગઢડા ગોપીનાથજી મંદિરમાં ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિમાં પરસેવો વળતો હોય તેવો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Botad News : સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક ફની વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક અનોખા વીડિયો જોઈને યુઝર્સ પણ ચોંકી જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો બોટાદ જિલ્લામાં (Botad District) સામે આવ્યો છે.જેમાં ભગવાન ગોપીનાથજી મંદિરમાં ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિમાં પરસેવો વળતો હોવાનું સામે આવ્યુ છે.

ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિમાં પરસેવો વળતા ઊક્તો ઉમટ્યા

સોશિયલ મીડિયા પર ગઢડા ગોપીનાથજી મંદિરમાં ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિમાં પરસેવો વળતો હોય તેવો વીડિયો(Video)  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.મળતી માહિતી મુજબ 14 મે ના રોજ વહેલી સવારની મંગળા આરતીમાં ગોપીનાથજી ભગવાન ની મૂર્તિ પર પરસેવો જોવા મળ્યો હતો.તમને જણાવી દઈએ કે, મંદિરના ગર્ભગૃહમાં બે એ.સી. હોવા છતાં માત્ર ગોપીનાથજી મહારાજ (Gopnathji Idol) સ્વરૂપ ની મૂર્તી પર પરસેવો વળતા સર્જાયું કુતુહલ સર્જાયુ હતુ.આ મંદિરમાં ગોપીનાથજી મહારાજ સાથે હરિકૃષ્ણ મહારાજ તેમજ રાધિકાજીની આવેલી મૂર્તિઓ પણ આવેલી છે.

મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ વીડિયોની પુષ્ટિ કરી

ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ થતા હરિભક્તો દ્રારા કળયુગમાં ગોપીનાથજી મહારાજ સાક્ષાત હોવાનો પરચો પૂર્યાનુ જણાવી રહ્યા છે.મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી દ્રારા પણ સાક્ષાત ગોપીનાથજી મહારાજ હાજરા હજુર હોય વિડીયો ની પુષ્ટિ કરી છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Next Video