વિપુલ ચૌધરીએ પાટીદારોને વેપારી કહેતા વિરોધ ભભૂક્યો, સમાજની સંસ્થાઓમાં રોષ

|

Mar 11, 2024 | 7:53 AM

વિપુલ ચૌધરીએ આ વિવાદીત નિવેદન કરવાને લઈ તેમની સામે હવે પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા વિરોધ રજૂ કરવામાં આવ્યો છે. ચૂંટણીના સમયમાં જ કેમ બોલ્યા એ અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પાટીદાર સમાજને વેપારી ગણાવતા પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીએ નિવેદન મહેસાણામાં અર્બુદા સેવા સમિતિ બેઠકમાં કર્યુ હતુ.

પાટીદાર સમાજને વેપારી ગણાવતા પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીએ નિવેદન મહેસાણામાં અર્બુદા સેવા સમિતિ બેઠકમાં કર્યુ હતુ. તેમના સમાજના અગ્રણીઓ અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં વિપુલ ચૌધરીએ આ વિવાદીત નિવેદન કરવાને લઈ તેમની સામે હવે પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા વિરોધ રજૂ કરવામાં આવ્યો છે. ચૂંટણીના સમયમાં જ કેમ બોલ્યા એ અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પાટીદાર અગ્રણીએ બતાવ્યુ હતુ કે, ચૌધરી સમાજે પણ વિપુલ પટેલના આ નિવેદનને વખોડવું જોઈએ.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા એ ટેસ્ટ ક્રિકેટમાં હાર-જીતનો રેકોર્ડ બરાબર કર્યો, 92 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર

સમાજની સંસ્થાઓને લઈ કહ્યુ હતુ કે, 99 સંસ્થાઓ સારી ચાલતી હોય અને એક સંસ્થામાં ક્યાંક ખામી સામે આવી હોય તો તેના વિશે કહેવું જોઈએ. આવી રીતે સમાજના દાતાઓ, સંસ્થાઓ અને તેમની સેવાઓની સામે આવું કહેવું એ નિંદનીય હોવાનું પણ પાટીદાર અગ્રણીઓએ ગણાવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video