Vadodara: કારેલીબાગ-VIP રોડ નજીકનું સર્કલ બન્યુ અકસ્માતનું બ્લેક સ્પોટ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અંધાધુંધ બાંધકામ સામે લાગ્યા આરોપ

|

Dec 14, 2022 | 10:01 AM

Vadodara: 2017 થી અત્યાર સુધી VIP રોડ પર સંખ્યાબંધ નાના મોટા અકસ્માતો સર્જાઈ ચુક્યા છે. જેમાં 25 જેટલા લોકોએ જીવ અથવા તો પોતાના અંગ ગુમાવ્યા છે.

ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધતી જઇ રહી છે. વડોદરા શહેરમાં પણ અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. ખાસ કરીને વડોદરાનો સતત ધમધમતો VIP રોડ અકસ્માત માટે બ્લેક સ્પોટ બન્યો છે. મનપાના અણધડ બાંધકામની સજા વાહનચાલકો અને નાગરિકો ભોગવતા હોય તેવો આરોપ લાગ્યો છે. શહેરના કારેલી બાગ રોડથી વીઆઇપી રોડને જોડતા આ સર્કલ પર અકસ્માતો સામાન્ય બાબત બની ગઈ છે.

અત્યાર સુધીમાં થયા સંખ્યાબંધ અકસ્માત

2017 થી અત્યાર સુધી VIP રોડ પર સંખ્યાબંધ નાના મોટા અકસ્માતો સર્જાઈ ચુક્યા છે. જેમાં 25 જેટલા લોકોએ જીવ અથવા તો પોતાના અંગ ગુમાવ્યા છે. આ સર્કલ નજીક અનેક સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારો સહિત અનેક શાળાઓ અને નાની મોટી હોસ્પિટલ આવેલી છે. એવામાં મોટા વાહનોની અડફેટે નાના વાહનચાલકો અથવા રાહદારીઓ વારંવાર અકસ્માતનો ભોગ બને છે. અકસ્માતના હોટસ્પોટ સમાન આ સર્કલની આસપાસ ટ્રાફિક સિગ્નલ, સ્ટ્રીટ લાઈટ કે સ્પીડ બ્રેકર નથી. તો સર્કલ નિયમાનુસાર અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ન હોવાનો તજજ્ઞોનો મત છે. સમગ્ર બનાવને લઈ સ્થાનિક સામાજિક કાર્યકરે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.

તો બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો કહી રહ્યા છે કે, અમે અકસ્માત થતા માર્ગોને બ્લેક સ્પોટ તરીકે અલગથી તારવ્યાં છે અને આ અંગે કામગીરી કરી રહ્યા છે.

Next Video