પાટણના ખાણખનીજ અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવીને જાસૂસી કરવાના મામલે પાટણ પોલીસે એક શખ્શની અટકાયત કરી છે. વિક્રમ ઠાકોર નામના યુવકને પાટણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે અને હવે ટ્રેકર પુરુ પાડનાર આરોપીને ઝડપવાની દીશામાં કાર્યવાહી શરુ કરાઈ છે. GPS ના બારકોડ આધારે પોલીસે વિક્રમ ઠાકોર નામના શખ્શની અટકાયત કરી છે.
પોલીસને દિલ્હી સુધીનું આ મામલે પગેરું મળ્યું છે અને જેને લઈ હવે GPS ટ્રેકર આપનાર દિલ્હીના શખ્સને પણ શોધવામાં આવી રહ્યો છે. જે હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પાટણ પોલીસે ભૂસ્તરશાસ્ત્રીની કારમાં GPS ટ્રેકર લગાવવાને લઈ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી. જેને લઈ હવે આખાય જાસૂસી નેટવર્કને ઝડપી લેવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે.
Published On - 10:35 am, Fri, 22 December 23