Gujarati Video: પાલનપુરમાં મા અર્બુદાના રજતજયંતિ મહોત્સવના અંતિમ દિવસે 4 લાખ લોકોએ કર્યા દર્શન

|

Feb 05, 2023 | 7:06 PM

Banaskantha: પાલનપુરમાં 108 કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞની આજે પૂર્ણાહુતિછે ત્યારે ત્રીજા અને અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ચૌધરી સમાજના આગેવાનો અને ભક્તો હોંશભેર મા અર્બુદા અને યજ્ઞશાળાના દર્શન કર્યા હતા.108 કુંડી સહસ્ત્રચંડી યજ્ઞના ત્રીજા દિવસે 4 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો.

બનાસકાંઠાના પાલનપુરના લાલવાડામાં  મા અર્બુદાના રજતજયંતિ મહોત્સવ અને 108 કુંડી સહસ્ત્રચંડી મહાયયજ્ઞના ત્રીજા અને અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ ભાવભેર દર્શન કર્યા હતા. દેશભરમાંથી ચૌધરી સમાજના આગેવાનો અને ભક્તો હોંશભેર મા અર્બુદા અને યજ્ઞશાળાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. 108 કુંડી સહસ્ત્રચંડી યજ્ઞના ત્રીજા દિવસે 4 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો.

બે દિવસમાં 6 લાખ ભાવિકોએ કર્યા દર્શન

બે દિવસમાં અત્યાર સુધીમાં 6 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. આ મહાયજ્ઞના ત્રીજા દિવસે એક લાખ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં ભોજન, પાણી, ચા, પગરખાથી લઈ મેડિકલની સુંદર વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. તો 25 હજાર સ્વયંસેવકોની ફોજ વ્યવસ્થા સાચવવામાં મદદ કરી રહી છે.

આંજણા ચૌધરી સમાજના યુવાનો શિક્ષણ, વ્યસન મુક્તિ અને સામાજીક સમરસતાનો સંકલ્પ સાથે માતાજીના આશીર્વાદ લઈને મહાયજ્ઞ સ્થળેથી ઘરે જઈ રહ્યાં છે. 108 કુંડી મહાયજ્ઞમાં ભોજન પ્રસાદ માટે 10 કાઉન્ટર બનાવાયા છે. જેમાં 10 હજાર લોકો એકસાથે ભોજન લઈ શકે છે. અહીં અન્નનો એકપણ દાણો ન બગડે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 551 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્રણ દિવસમાં 1500 યજમાનોએ યજ્ઞમાં આહુતિ આપી છે. આ મહાયજ્ઞમાં સૌ ગુજરાતીઓના સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી.

આ પણ વાંચો: Gujarati Video : મા અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષે હાજરી આપી, વ્યસન મુક્ત સમાજનું આહવાન કરવામાં આવ્યું

108 સહસ્ત્રચંડી મહાયજ્ઞ રજત જયંતિ મહોત્સવના છેલ્લા દિવસે લાખોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવ્યા હતા.

મા અર્બુદાના રજતજયંતિ મહોત્સવ અને 108 કુંડી સહસ્ત્રચંડી યજ્ઞના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે વિધાસનભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંબોધન કરતા નવી પેઢી શિક્ષણમાં આગળ વધી રહી છે તેમ જણાવ્યુ હતુ. સાથે જ અર્બુદા મહોત્સવમાં વ્યસન મુક્ત સમાજનું આહવાન કરવામાં આવ્યું.

 

Next Video