Video: રાજકોટમાં નકલી નોટના કૌભાંડના મુખ્ય સૂત્રધાર કમલેશ જેઠવાણીની મહારાષ્ટ્રથી ધરપકડ, 5 આરોપીના રિમાન્ડ મંજૂર

|

Jan 22, 2023 | 7:40 PM

Rajkot: આંગડિયા પેઢીમાં નકલી નોટ ઘુસાડી અસલી નોટ મેળવવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર કમલેશની મહારાષ્ટ્રથી ધરપકડ કરાઈ છે. 5 આરોપીઓના 23 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પુણેમાં કટલેરીનો વેપારી નકલી નોટનું નેટવર્ક ચલાવતો, રાજુલામાં ફેક્ટરીના માલિકને 513 નકલી નોટ આપી હતી.

રાજકોટમાં આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરાવવાના કેસમાં મુખ્ય સૂત્રધાર કમલેશ જેઠવાણીની ધરપકડ કરાઈ છે. તેને મહારાષ્ટ્રના પૂણેથી ઝડપી લેવાયો છે. આરોપી પાસેથી વધુ 12 લાખ 7 હજારની નકલી નોટ મળી આવી છે. અગાઉ ઝડપાયેલા આરોપી ભરત બોરિચાના ઘરે પણ પોલીસે તપાસ કરતા તેની પાસેથી વધુ 1 લાખ 20 હજારની નકલી નોટ મળી છે. આ કેસમાં અગાઉ પોલીસે 2 લાખ 56 હજારની નકલી નોટ કબજે કરી હતી.

આ કેસમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તમામ આરોપીઓ 23 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર છે. મૂળ રાજુલાનો વતની અને રાજકોટમાં રહેતા ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરિચાએ આંગડિયા પેઢી મારફતે નકલી નોટો ઘુસાડી હતી. આ મામલામાં એ ડિવિઝન પોલીસે ભરતને નકલી નોટો પહોંચતી કરનાર મહારાષ્ટ્રના પુણેમાં કટલેરીનો વેપાર કરતા કમલેશ શિવનદાસ જેઠવાણીની ધરપકડ કરી છે.

તેની પાસેથી 12,7,500ની 500ના દરની 2415 નકલી નોટ કબ્જે કરી છે. પોલીસે કમલેશના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જ્યારે ભરતના ઘરેથી પણ તપાસ દરમિયાન 2000, 500, 200 અને 100ના દરની વધુ 513 નકલી નોટ કબ્જે કરવામાં આવી છે. આ નકલી નોટ કમલેશે જ ભરતને આપી હતી.

આ પણ વાંચો: Dahod: 500ના દરની 268 નકલી નોટો ઝડપાઇ, પોલીસે એક આરોપીની કરી ધરપકડ

રાજકોટ શહેર A ડિવિઝન પોલીસે બે આંગડિયા પેઢીમાં નક્લી નોટ જમા કરાવનાર મુખ્ય આરોપી ભરત બોરીચા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. જેમા નકલી નોટ આપનાર આરોપી કમલેશ શિવનદાસ જેઠવાણીની ધરપકડ કરી છે.

Published On - 7:37 pm, Sun, 22 January 23

Next Video