વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં કોર્પોરેશનના દબાણ ખાતાએ પોલીસ કાફલાને સાથે રાખીને દબાણ દૂર કરાયું છે છે. મેયર કેયુર રોકડિયા અને સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે વોર્ડ નંબર.9 સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. જ્યાંના ધારાસભ્ય કેયુર રોકડિયા છે.
આ ઉપરાંત, વડોદરાની ડભોઇ નગરપાલિકાએ ગેરકાયદે દબાણ સામે લાલ આંખ કરી હતી.ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસને સાથે રાખી દબાણો હટાવાયા હતા.મહુડી ભાગોળ વિસ્તારમાં હાજી માર્કેટમાં આવેલી 26 દુકાનો તોડી પડાઇ હતી.દબાણ હટાવવાની આ કામગીરી 3 દિવસ ચાલશે.
જ્યારે રાજ્યની અન્ય નગરપાલિકાઓ અને મહાનગરપાલિકોમાં પણ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં કચ્છના ભુજમાં સતત બીજા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી યથાવત્ છે.બે દિવસમાં કુલ 46 દબાણો દૂર કરવામાં આવ્યા છે.. રતડીયા, ખાવડા, લુડીયા નજીક આવેલા દબાણો નેશનલ હાઈવેના કામમાં અડચણરૂપ હતા. તંત્રની ટીમ દ્વારા ધાર્મિક અને કોમર્શિયલ તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે.
ખાવડાથી ઇન્ડિયા બ્રિજ વચ્ચે આવતા તમામ દબાણો દૂર કરવાના હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.. એટલું જ નહીં ભુજ તાલુકામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે કલમ 144 લાગુ કરાઇ છે.
આ પણ વાંચો : Surat : વ્યાજખોર અને સોની વેપારીના ત્રાસથી રત્નકલાકારનો આપઘાત, પોલીસે વેપારીની કરી ધરપકડ