Video : ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વડાઓ સાથે કરી મિટિંગ, વ્યાજ ખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તાકીદ

|

Jan 10, 2023 | 11:16 PM

ગુજરાતમાં વ્યાજખોરીના કેસમાં કડક હાથે કામ લેવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વડાને સુચના આપી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્ય મંત્રીની વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં વ્યાજખોર સામેની ઝુંબેશમાં પરિણામ લાયક કેસ કરવા સૂચના આપી છે. જેમાં વ્યાજખોરીના કેસમાં અધિકારીની બેદરકારી બદલ પગલા લેવા સૂચના આપી છે.

ગુજરાતમાં વ્યાજખોરીના કેસમાં કડક હાથે કામ લેવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વડાને સુચના આપી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્ય મંત્રીની વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં વ્યાજખોર સામેની ઝુંબેશમાં પરિણામ લાયક કેસ કરવા સૂચના આપી છે. જેમાં વ્યાજખોરીના કેસમાં અધિકારીની બેદરકારી બદલ પગલા લેવા સૂચના આપી છે. જેમાં તમામ જિલ્લાના પોલીસ વડાને કડક સૂચના આપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રીની દરેક જિલ્લાના એસપી સાથે 2 કલાક સુધી બેઠક ચાલી હતી. તેમજ વ્યાજખોરી ડ્રાઇવનો કોઈ ગેરફાયદો ન ઉઠાવે તેનું ધ્યાન રાખવા નિર્દેશ કર્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરોના પીડિતોને પૈસા પાછા અપાવવાના તમામ પ્રયત્ન કરવા આદેશ કર્યો છે.

આ ઉપરાંત દરેક કમિશનર અને એસપીએ ડ્રાઇવની કામગીરીનો રિપોર્ટ કરવાનો રહેશે. આ ડ્રાઇવ અંગેની કામગીરીનો રિપોર્ટ DG,ACS હોમ અને CID ક્રાઈમને કરવાનો રહેશે. તેમજ ઉચ્ચ અધિકારીઓએ રિપોર્ટ મેળવી ગૃહ રાજ્યમંત્રીને રિપોર્ટ કરવાનો રહેશે.

આ દરમ્યાન, વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારોને મુકત કરાવવા રાજ્ય સરકારે ખાસ મુહીમ હાથમાં લીધી છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આજથી રાજયવ્યાપી લોક દરબાર યોજી લોકો વચ્ચે જશે. અને ગેરકાયદે વધારે વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે. આ તકે લોકોને ખુલીને પોલીસ સામે આવીને વ્યાજખોરો સામે ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાને પણ પોલીસના તંત્રને વ્યાજખોરી નાથવા માટે આદેશો આપ્યા છે. અને વ્યાજખોરો સામે નોંધાયેલી ફરિયાદનો ત્વરીત નિકાલ આવે તે માટે પણ નિર્દેશ કર્યા છે.

ફરિયાદનો ત્વરીત નિકાલ આવે તે માટે પણ નિર્દેશ

તો બીજી તરફ પોલીસે એક્શનમાં આવીને ગેરકાયદે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરી છે. પોલીસની કામગીરીને જોતા હવે ભોગ બનનાર લોકો પણ સામે આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક કારખાનેદારે બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. તો અમદાવાદના વિરમગામમાં વ્યાજખોર ભરત ભરવાડે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે.

Next Video