Video: જુનાગઢમાં ઘેડ પંથકના ખેડૂતોને પડયા પર પાટુ, બે સિઝન નિષ્ફળ ગયા બાદ ચણાનો પાક પણ નિષ્ફળ જતા પારવાર નુકસાની

|

Jan 14, 2023 | 11:53 PM

Junagad: માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં ખેડૂતોને પડ્યા પાટુનો માર પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ બે બે નિષ્ફળ સિઝનની નુકસાની વેઠી ચુકેલા ખેડૂતોને આ વખતે ચણાનો પાક પણ નિષ્ફળ જતા ભારે આર્થિક પાયમાલી વેઠવાનો વારો આવ્યો છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ પંથકનાં ગામના ખેડૂતોની બે સિઝન નિષ્ફળ ગઈ અને ખેડૂતોએ રાતે પાણીએ રોવાનો વારો આવ્યો. મગફળીના પાકમાં ખોટ ખાધા બાદ હવે ચણાનો પાક પણ નિષ્ફળ જતાં ખેડૂતો સરકાર પાસે આસ લગાવીને બેઠા છે.આ વખતે જૂનાગઢના ચણાના ખેડૂતોએ માથે હાથ મુકીને રોવાનો વારો આવ્યો છે.કારણ કે માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ગામોમાં ખેડૂતોને ચણામાં રોગ આવતા ભારે નુકસાન થયું છે. મગફળી સમયે ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં પાણી ભરાતા મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. તો ફરીથી ચણામાં પણ રોગ આવતા 80 ટકા પાક નિષ્ફળ ગયો છે.

ઘણા ખેડૂતોએ તો પોતાનાં ઘરનાં દાગીના વેચીને ચણાનું બિયારણ ખરીદ્યું હતું પરંતું પાક નિષ્ફળ જતાં ખેડૂએ હવે શું કરવું તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે.

આ પણ વાંચો: Video: ખેડામાં રાત્રે લાઇટ મળતા ખેડૂતો પરેશાન, અચાનક લાઇટ આવતા ખેડૂતોના પાકમાં પાણી ફરી વળ્યા

માંગરોળ તાલુકાના ઘેડના ગામોમાં ઓસા, સામરડા, ફુલરામાં, હંટરપુર પંથકમાં ખેડૂતો પશુપાલન ઉપર નભે છે..પરંતુ ચારા માટે ખેડૂતો વલખાં મારે છે.પિયત માટે માત્ર અમીપુર ડેમ આવેલો છે તેને પણ તાત્કાલીક રિપેરીંગ કરી ઘેડ પંથકના પશુઓને નિભાવ કરવા માટે પાણીની માંગ ખેડૂતો કરી રહ્યા છે. આ પહેલાં ચોમાસાની સીઝનમાં ઘેડમાં પાણી ફરી વળતાં મગફળી નિષ્ફળ ગઈ હતી હવે ચણામાં રોગ આવતા ખેડૂતોની હાલત દયનીય બની ચુકી છે.

આ ખેડૂતોની આસ હવે સરકાર પર છે. તેઓ ઈચ્છી રહ્યા છે કે સરકાર ઘેડ પંથકના ખેડૂતોની મજબૂરી સમજે અને તેમને યથાયોગ્ય સહાય કરે. તો ખેડૂતો આ મુસીબતમાંથી બહાર આવે.

ઈનપુટ ક્રેડિટ- વિજયસિંહ પરમાર-જુનાગઢ

 

Next Video