આડા સંબંધોને કારણે પરિવારો વિખેરાયા હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરના માણસામાં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા 30 વર્ષીય યુવક સાથે થયો. વિશાલ પરમાર નામના યુવકને તેની પત્ની અને સાસરિયાએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો. વિશાલનો આરોપ છે કે તેની પત્નીના પાડોશી સાથે આડા સંબંધો હતા. જેને લઈને તેના રોજ ઝઘડા થતા હતા.
પાડોશીના પ્રેમમાં અંધ બનેલ પત્નીએ પ્રેમ સંબંધને પૂર્ણ વિરામ આપવાને બદલે તેના જ પતિના જીવન પર પૂર્ણ વિરામ આપવાનો પ્રયાસ કર્યો. વિશાલને તેના સાસરીયાવાળાઓએ ગડદા પાટુનો માર માર્યો અને પછી બળજબરીપૂર્વક ઝેર આપ્યુ હોવાનો પણ વિશાલે આરોપ લગાવ્યો છે.
Published On - 12:02 am, Sun, 5 February 23