Video: ભાવનગરમાં હીરા ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ, વેપારીઓએ કરી રાહત પેકેજની માગણી
Bhavnagar: હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યુ છે. રશિયા યુક્રેન યુદ્ધના કારણે વિદેશમાંથી આવતો કાચો માલ આવવાનું બંધ થતા વેપારીઓને મોંઘા ભાવે રફ લેવી પડી રહી છે. જેથી ખર્ચમાં વધારો થતા વેપારીઓને રત્નકલાકારોને પગાર આપવામાં મુશ્કેલી પડી રહે છે.
સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં સુરત બાદ ભાવનગર બીજા નંબરે આવે છે. ભાવનગરમાં અનેક હીરાના કારખાનાઓમાં કામ કરીને રત્નકલાકારો રોજગારી મેળવે છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. જેમાંથી ભાવનગરનો હીરો ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી. કોરોનાકાળ બાદ હીરા ઉદ્યોગમાં થોડી તેજી આવી હતી. પરંતુ રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે વિદેશમાંથી આવતી કાચી હીરાની રફ આવવાનું બંધ થઈ ગઈ ગયું હતું. જેના કારણે વેપારીઓને મોંઘા ભાવે રફ લેવી પડી રહી છે. જેથી ખર્ચમાં વધારો થતા વેપારીઓને કારખાના અને રત્નકલાકારોને પગાર આપવામાં મુશ્કેલી પડી રહી છે. હીરાના વેપારીઓ સરકાર માટે રાહત પેકેજની માગ કરી રહ્યા છે.
હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ
ઘનશ્યામ પટેલના જણાવ્યા મુજબ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કાચા માલની શોર્ટેજ હતી અને તૈયાર માલની ડિમાન્ડ પણ ઘટી હતી. ત્યારબાદ છેલ્લા થોડા મહિનાઓથી ચીનમાં કોરોના કેસ વધતા ચીનનું માર્કેટ બંધ છે આથી પતલો માલ ભારતમાં એક્સપોર્ટ થાય છે. એના કારણે પણ માલની ડિમાન્ડ ન હોવાને કારણે મંદીની અસર વર્તાઈ રહી છે. રોજી રોટી માટે વેપારીઓ જે રફની ખરીદી કરે છે અને પોલિશ્ડ વેચાતુ નથી. પોલિશ્ડનો સ્ટોક હોવાથી રફમાં પૈસા મળતા નથી. જો આગામી સમયમાં પોલિશ્ડ માલ વેચાવાનો ઓછો થશે તો રોજીરોટીની સમસ્યા ઉભી થશે અને હિરા ઉદ્યોગ બંધ થવાની અણી ઉપર આવી ગયો છે.