સાપુતારામાં ઠંડીનો પ્રકોપ યથાવત, પહાડો વચ્ચે ધુમ્મસની ચાદર પથરાઈ, જુઓ વિડીયો

|

Jan 07, 2023 | 10:18 PM

ડાંગમા સાપુતારામાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે.ઠંડી વધતા ડાંગ પંથકમાં લોકોને શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે.તો ઠંડીના કારણે સાપુતારાના પહાડો વચ્ચે ધુમ્મસની ચાદર પથરાતા નયરરમ્ય નજારો સર્જાયો છે.ધુમ્મસના કારણે અનેક વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલી પડી હતી. તો શીતલહેર વચ્ચે પ્રવાસીઓએ વહેલી સવારે સનરાઈઝનો લ્હાવો લીધો હતો

ડાંગમા સાપુતારામાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે.ઠંડી વધતા ડાંગ પંથકમાં લોકોને શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે.તો ઠંડીના કારણે સાપુતારાના પહાડો વચ્ચે ધુમ્મસની ચાદર પથરાતા નયરરમ્ય નજારો સર્જાયો છે.ધુમ્મસના કારણે અનેક વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલી પડી હતી. તો શીતલહેર વચ્ચે પ્રવાસીઓએ વહેલી સવારે સનરાઈઝનો લ્હાવો લીધો હતો.ડાંગ જિલ્લામાં પવનના સુસવાટા વચ્ચે 9 ડીગ્રી તાપમાન નોંધાયું, સાપુતારામાં પૈસા ખર્ચીને ફરવા આવેલા લોકો સાંજના સમયથી ઠંડી ને કારણે રૂમમાં બેસી રહ્યા હતા અને શીત લહેરની મજા પણ માણી રહ્યા છે.

કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે

રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો પણ ગગડ્યો હતો. જો કે હવે ગુજરાતવાસીઓને ઠંડીમાંથી આંશિક રાહત મળશે. કારણકે હવામાન વિભાગે ગુજરાતમાં તાપમાનનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાશે. બે દિવસ દરમિયાન તાપમાન વધતા ઠંડીનું પ્રમાણ ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો થયો છે. તો રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ છવાઈ શકે છે.

રાજ્યભરમાં ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે આજે 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ નોંધાયુ છે. ગઈકાલે નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો રાજ્યના અન્ય શહેરો-જિલ્લામાં પણ ઠંડી ઘટી છે. ભૂજમાં 10 ડિગ્રી, ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14, કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Published On - 10:17 pm, Sat, 7 January 23

Next Video