Video: સુરેન્દ્રનગરના ચોકડી ગામ નજીક સૌની યોજનાની પાઈપલાઈનમાં સર્જાયુ ભંગાણ, લાખો લીટર વેડફાયુ પાણી

|

Jan 24, 2023 | 11:58 PM

Surendranagar: ચુડાના ચોકડી ગામ નજીક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સૌની યોજનાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા 30 ફુટ ઉંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. વડોદથી નાગડકા તરફ જતી પાઈપલાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણી વેડફાયુ છે.

સુરેન્દ્રનગરના ચુડાના ચોકડી ગામ નજીક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સૌની યોજનાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે. પાઈપલાઈન તૂટવાના પગલે અંદાજે 30 ફૂટથી ઉંચા પાણીના ફુવારા ઉડયા. વડોદથી નાગડકા તરફ જતી પાઈપલાઈનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

આ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના જીરું, ઘઉં, કપાસ સહિતના પાકોને મોટાપાયે નુકસાન થયું હતું. બીજી તરફ પાઈપલાઈનના પાણીના કારણે સીમના રસ્તાઓ ધોવાઈ જતાં લોકોને ભારે હાલાકી પડી હતી. ખેડૂતો સહિત ગામના આગેવાનોએ તંત્રના અધિકારીઓને જાણ કરી છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો:  Video: પાટડીના રણમાં નર્મદાનું પાણી પહોંચી જતા અગરિયાઓની મુશ્કેલી વધી, અગરમાં પાણી ભરાઈ જતા લાખોનું નુકસાન

આ તરફ નર્મદા કેનાલનું લાખો કયુસેક પાણી છોડાતા રણમાં પાણી ફરી વળ્યુ છે. અગરિયાઓના પાટા ધોવાયા છે. રણમાં જવા માટે હોડકાનો સાહરો લેવો પડી રહ્યો છે. એટલું જ નહીં શાળામાં પણ પાણી ભરાયા છે. રણમાં પાણી ભરાયેલું હોવાથી પીવાના પાણીનું ટેન્કર બંધ થયું છે. લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યાં છે. આરોગ્યની સેવાઓ પ્રભાવિત થઇ છે. લોકોને યોગ્ય સારવાર પણ નથી મળી રહી. અગરિયાનું કહેવું છે કે તેમના પાટામાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. જો સરકાર મદદ નહીં કરે તો ખાવાના પણ ફાંફા પડશે.

Next Video