Video: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો દાવો, આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે

|

Jan 14, 2023 | 11:57 PM

Surat: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 એ 26 બેઠકો ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુરતમાં કાર્યકરો વચ્ચે ઉતરાયણ પર્વની ઉજવણી માટે પહોંચેલા પાટીલે આ નિવેદન આપ્યુ હતુ.

આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની થશે ભવ્ય જીત. આ દાવો કર્યો છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે. સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરવા પહોંચેલા સી.આર.પાટીલે મોટો દાવો કર્યો અને કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26માંથી 26 બેઠક પર ભાજપની જીત થશે. વિધાનસભાની ચૂંટણીની જેમ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને જનતાના આશીર્વાદ મળશે.

આપને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે 150 પ્લસ બેઠક જીતવાનો દાવો કર્યો હતો. જેમા ભાજપને 156 બેઠકો મળી છે. ત્યારે વધુ એકવાર પાટીલે આગામી લોકસભાની ચૂંટણી 2024માં ગુજરાતની 26 એ 26 બેઠકો ભાજપને મળશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો:  ભાજપે ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ 6 સાંસદોને આપ્યો ઠપકો, અમિત શાહ, જે.પી.નડ્ડા તથા સી.આર. પાટીલની હાજરીમાં લેવાયા ક્લાસ!

રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે દિગ્ગજ નેતાઓએ પણ પતંગોત્સવ નિમિત્તે આકાશી પેચ લડાવ્યો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરતમાં ઉત્તરાયણનો પર્વ મનાવ્યો. સી આર પાટીલે સુરતમાં પતંગ ઉડાવી હતી. તેમણે ભાજપના કાર્યકરો સહિત ગુજરાતની જનતાને ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી.

તો સાથે જ જનતાને સાવચેતી અને સલામતી સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા અપીલ કરી હતી. તો ભાજપના કાર્યકરોને ઉત્તરાયણના પર્વ પર કોઇ ઇજાગ્રસ્ત થાય તો તેમને મદદરુપ થવા માટે તૈયારી રહેવા જણાવ્યુ હતુ.

Published On - 11:50 pm, Sat, 14 January 23

Next Video