અમદાવાદમાં ફ્લાવર શોને ભવ્ય પ્રતિસાદ મળ્યો. ગુજરાતના ખૂણે-ખૂણાની સાથે જ દેશ-વિદેશના મુલાકાતીઓની પણ ફ્લાવર શો દરમિયાન ભારે ભીડ જામી હતી. ઉત્તરાયણ પર્વે 70 હજાર લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. તો 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધીમાં ફ્લાવર શોની 7.5 લાખ ટિકિટોનું વેચાણ થયું અને અંદાજે 10 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લઈ અવનવા ફૂલ-છોડ અને કલાકૃતિઓને વખાણી હતી. AMCને ટિકિટના વેચાણ અને સ્ટોલ ભાડા પેટે અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત થઈ છે
મહત્વનું છે કે આ વર્ષે G20સમિટની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 31 ડીસેમ્બર, 2022 થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન સાબરમતી રીવર ફ્રન્ટ, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શો દરમિયાન આવનાર વ્યક્તિ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.
ફ્લાવર શોમાં ઉભા કરવામાં આવેલા ખાસ આકર્ષણોની વાત કરીએ તો ઓલમ્પિકને લગતી જુદી જુદી રમતોના સ્કલ્પચર, G-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે ફુલોમાંથી બનાવેલ આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો : Ahmedabad: વ્યાજખોરોના ત્રાસથી ફરિયાદીએ આપઘાતનો કર્યો પ્રયાસ, કરોડો ચુકવવા છતાં કીડની લિવર કાઢી લેવાની મળતી હતી ધમકી
ઉલ્લેખનીય છે કે, સાબરતમી રિવરફ્રન્ટ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ફ્લાવર શો – 2023’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફ્લાવર શોના ઉદ્ધાટન બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચન કર્યું અને કહ્યું કે ફ્લાવર શો એક કલાક પેહલા શરૂ કરવામાં આવે. ટિકિટનો દર 30 ની જગ્યાએ 20 રૂપિયા કરવા પણ સૂચન કર્યું હતું.
Published On - 7:02 pm, Sun, 15 January 23