જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી તબીબોની સતત છઠ્ઠા દિવસે હડતાળ યથાવત, સ્ટાઈપેન્ડ વધારાની માગ સાથે મુખ્યમંત્રીને લોહીથી તબીબોએ લખ્યો પત્ર

|

Aug 06, 2022 | 5:36 PM

STRIKE: જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી તબીબો સતત છ દિવસથી હડતાળ કરી રહ્યા છે. તેમને મળતા માસિક સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની તબીબોની માગ છે. દર મહિને વેટરનરી તબીબોને 4200 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે જે વધારીને 18000 રૂપિયા કરી દેવામાં આવે તેવી તેમની માગ છે.

જુનાગઢ (Junagadh)માં કૃષિ યુનિવર્સિટીના વેટરનરી ડૉક્ટર્સની હડતાળ યથાવત છે. સતત છઠ્ઠા દિવસે પણ આ વેટરનરી તબીબોની હડતાળ યથાવત છે. કૃષિ યુનિવર્સિટી (Agriculture University)ના વેટરનરી તબીબો તેમને મળતા માસિક સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની માગ કરી રહ્યા છે. હાલ આ તબીબોને પ્રતિ દિવસના 140 રૂપિયા લેખે મહિને 4200 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે ત્યારે આ તબીબોની માગ છે કે તેમને અન્યાય થઈ રહ્યુ છે. અન્ય રાજ્યોની સરખામણીએ તેમને ઘણુ ઓછુ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. આ તબીબો તેમનુ સ્ટાઈપેન્ડ 4200 થી વધારી 18 હજાર કરવાની માગ કરી રહ્યા છે. આ તબીબોએ તેમના લોહીથી મુખ્યમંત્રીને પત્ર લખી સ્ટાઈપેન્ડ વધારાની માગ કરી છે. જો કે સતત 6 દિવસથી હડતાળ કરી રહેલા આ વેટરનરી ડોક્ટર્સ (Veterinary Doctors)ની સરકારના કોઈ અધિકારી કે મંત્રી મળવા સુદ્ધા આવ્યા નથી.

એકતરફ હાલ રાજ્યમાં મોટાભાગના પશુઓમાં લમ્પી વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 56 હજારથી વધુ પશુઓ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત થયા છે ત્યારે હાલના સમયમાં સૌથી વધુ આ વેટરનરી તબીબોની જરૂરિયાત રહે છે. આવા સમયે જ આ તબીબોના હડતાળ પર જવાથી ઘણી ગંભીર અસર આવી શકે છે. એ સમયે જ વેટરનરી તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે.

હાલના સમયમાં જ પશુઓની દેખરેખ અને સારવાર માટે વેટરનરી તબીબોની તાતી જરૂરિયાત રહે છે. તેવા સમયે પોતાની કામગીરીથી અળગા રહી આ તબીબો સતત 6 દિવસથી હડતાળ કરી રહ્યા છે. લમ્પી વાયરસે અનેક પશુઓને પોતાના ભરડામાં લઈ ચુક્યો છે અને અનેક પશુઓના આ વાયરસના કારણે મોત પણ થયા છે. ત્યારે જોવુ રહેશે કે તબીબોની આ હડતાળ કેટલી લાંબી ખેંચાશે.

Next Video