Gujarati Video : વેરાવળના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે જાહેર કર્યા દોષિત, મારામારી કરવા બદલ કોર્ટે ફટકારી 6 માસની કેદની સજા

|

Feb 07, 2023 | 2:57 PM

Gir Somnath News : વર્ષ 2010ના મારામારીના કેસમાં 13 વર્ષ બાદ કોર્ટ મોટો ચુકાદો સંભળાવ્યો છે. સમગ્ર કેસમાં કોર્ટે વિમલ ચુડાસમા સહિત 4 આરોપીઓ દોષિત જાહેર કર્યા છે.

ગીરસોમનાથ જિલ્લાના કોંગ્રેસના વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાને માળીયાહાટીના કોર્ટે દોષિત જાહેર કર્યા છે. માળીયાહાટીના કોર્ટે વિમલ ચુ઼ડાસમાને 6 મહિનાની કેદની સજા ફટકારી છે. વર્ષ 2010ના મારામારીના કેસમાં 13 વર્ષ બાદ કોર્ટ મોટો ચુકાદો સંભળાવ્યો છે. સમગ્ર કેસમાં કોર્ટે વિમલ ચુડાસમા સહિત 4 આરોપીઓ દોષિત જાહેર કર્યા છે અને કોર્ટે વિમલ ચુડાસમાને 6 માસની સજા ફટકારી છે.

કયા કેસમાં કોર્ટે સજા ફટકારી ?

સમગ્ર કેસની વાત કરીએ તો વર્ષ 2010માં મીત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ ઉછળ્યું હતું. રાજકીય કિન્નાખોરીમાં થયેલા હુમલામાં વિમલ ચુડાસમા સહિત 3 મળતીયાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ધારાસભ્ય વિમલ ચુડાસમા અને સાંસદ રાજેશ ચુડાસમાના પિતા ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસના સભ્ય હતા. સાંસદ રાજેશ ચુડાસમાના પિતા હીરાભાઇએ પક્ષપલટો કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેનું મનદુઃખ રાખીને વિમલ ચુડાસમાએ સાંસદના ભાઇ હરીશ ચુડાસમા અને મીત વૈદ્ય પર હુમલો કર્યો હતો.

4 મળતીયાઓને કોર્ટે જાહેર કર્યા દોષિત

આ કેસ ચાલી જતા કોર્ટે 13 વર્ષ ચુદાકો આપ્યો છે. કોર્ટે વિમલ ચુડાસમા સહિત 4 આરોપીઓને દોષિત જાહેર કરીને 6 મહિનાની સજા ફટકારી છે. તો ફરિયાદીએ કોર્ટના ચુકાદાને તો આવકાર્યો છે. પરંતુ આરોપીઓની સજા લંબાવવાની માગ કરી છે.

તો બીજી તરફ  માળીયા હાટીના કોર્ટના ચુકાદા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટના આદેશને ઉપલી કોર્ટમાં પડકારશે તેમ જણાવ્યુ હતુ.

Next Video