Banaskantha : વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ પ્રમુખ સામે માંડ્યો મોરચો, દારૂ પ્રકરણમાં માફી માગવા પાઠવી નોટિસ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 26, 2023 | 11:44 AM

નોટિસમાં જણાવ્યું છે કે ફરિયાદમાં ગેનીબેનનો ભાઈ હોવાનો ઉલ્લેખ ન હોવા છતાં મીડિયા સમક્ષ ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી છે.

Banaskantha : વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના (Geniben Thakor) કથિત ભાઈ થોડા દિવસ પહેલા દારૂ સાથે ઝડપાયાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે હવે બનાસકાંઠા SP, દિયોદર DySP, પોલીસ કોન્સ્ટેબલ અને ભાભર ભાજપ પ્રમુખ સામે ગેનીબેન ઠાકોરે મોરચો માંડ્યો છે.

આ પણ વાંચો Banas Dairy: બનાસ ડેરીએ ઐતિહાસિક ભાવ ફેર નફો જાહેર કર્યો, પશુપાલકોને 1852 કરોડ રુપિયા વહેંચાશે Video

આ મામલે વકીલ મારફત ગેનીબેને રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડ્યા હોવાની બાબત રજૂ કરીને નોટિસ પાઠવી છે. સાથે જ 30 દિવસમાં મીડિયા સમક્ષ માફી માગી 30 હજાર વળતર પેટે ચૂકવી દેવા કહ્યું છે. જો 30 દિવસમાં જવાબ રજૂ નહીં કરે તો 5 કરોડનો દાવો દાખલ કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. નોટિસમાં જણાવ્યા મુજબ ફરિયાદમાં ગેનીબેનનો ભાઈ હોવાનો ઉલ્લેખ ન હોવા છતાં મીડિયા સમક્ષ ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી છે. જેથી પ્રાથમિક તબક્કે દરેકની વિરુદ્ધ માનહાનીના વળતર સ્વરૂપે 5 કરોડનો દાવો કરવાનું જણાવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો