Navsari : વાંસદાના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલનો પ્રચાર દરમિયાન વિરોધ, જાણો શા માટે મતદારોએ નેતાજીને ઘેર્યા ?

|

Nov 22, 2022 | 8:50 AM

ઝરી ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ, સાંસદ અને સમર્થકો પર સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે. સ્થાનિકોએ ભારતમાલા પ્રોજેક્ટને લઇને ઉગ્ર વિરોધ નોંધાવી ધારાસભ્ય અનંત પટેલના સમર્થનમાં પણ નારા લગાવ્યા હતા.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  નવસારીમાં વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલને પ્રચાર દરમિયાન કડવો અનુભવ થયો છે. ઝરી ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ, સાંસદ અને સમર્થકો પર સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે. સ્થાનિકોએ ભારતમાલા પ્રોજેક્ટને લઇને ઉગ્ર વિરોધ નોંધાવી ધારાસભ્ય અનંત પટેલના સમર્થનમાં પણ નારા લગાવ્યા હતા. સ્થાનિકોના ઉગ્ર વિરોધને જોતા ભાજપ ઉમેદવારને ત્યાંથી રવાના થવાની ફરજ પડી હતી.

ઉગ્ર વિરોધ થતા ઉમેદવારે રવાના થવુ પડ્યું

તો આ તરફ ખંભાતમાં ભાજપના ઉમેદવારનો પણ વિરોધ છે. ભાજપ ઉમેદવાર મયુર રાવલના વિરોધમાં આ બેનરો લાગ્યા છે. શક્કરપુર વિસ્તારની સોસાયટીઓમાં બેનર લગાવીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આ વિરોધની આગ ઉઠી છે.

Next Video