ખેડા જિલ્લામાં આવેલ વણાકબોરી વિયર ઓવરફ્લો થયો છે. વિયરમાંથી 4 લાખ 43 હજાર ક્યુસેક કરતા વધારે પાણી નદીમાં વહી રહ્યુ છે. જેને લઈ નદીમાં પૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિયરનુ સ્તર 239 ફુટ પર પહોંચ્યુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વણાકબોરી વિયરમાંથી વહેતા પાણીના દ્રશ્યો આહ્લાદક છે. બે દિવસ અગાઉ વરસાદ ખેંચાવાને લઈ સમસ્યા સર્જાયેલી અનુભવાઈ રહી હતી. પરંતુ મેઘરાજાની સવારી આવી પહોંચતા જ રાહત સર્જાઈ છે.
વણાકબોરીની વાત કરવામાં આવે તો, સંપૂર્ણ છલોછલ ભરાઈ ચૂક્યો છે. હાલમાં વણાકબોરીમાં 7 લાખ 56 હજાર ક્યુસેક પાણીની આવક સાંજના અરસા દરમિયાન નોંધાઈ હતી. આમ આટલુ જ પાણી નદીમાં છોડાઈ રહ્યુ છે. વણાકબોરી છલકાઈ જવાને લઈ ખેડૂતોને માટે મધ્યગુજરાતમાં મોટી રાહત સર્જાઈ છે. નદીમાં પૂર આવતા ભૂગર્ભ જળમાં વધારા સાથે મધ્ય ગુજરાતના ખેડૂતોને ખેતી પાકમાં મોટી રાહત થશે.
Published On - 7:00 pm, Sun, 17 September 23