Valsad: પાણી પુરવઠા પ્રધાન જીતુભાઈ ચૌધરીએ કાકડકોપર ગામમાં અને પૂર્વ આદિજાતિ પ્રધાન રમણ પાટકરે ધોડી પાડા ગામમાં કર્યુ મતદાન

|

Dec 19, 2021 | 2:51 PM

Gram panchayat election: વલસાડ જિલ્લામાં 302 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજ્યકક્ષાના હાલ અને પૂર્વ પ્રધાનોએ પોતાનો કિંમતી મત આપીને ગ્રામજનોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

Gram panchayat election: વલસાડ (Valsad) જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન(Voting)ને લઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સવારથી મતદાન મથકો(Polling stations)એ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. એટલું જ નહીં વલસાડ (Valsad) જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રધાન જીતુભાઈ ચૌધરી અને રાજ્ય કક્ષાના પૂર્વ પ્રધાન રમણ પાટકરે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

 

રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીએ વલસાડ જિલ્લામાં આવેલા પોતાના ગામમાં મતદાન કર્યુ હતુ. જીતુભાઈ ચૌધરીએ કપરાડા તાલુકાના કાકડકોપર ગામમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન આપવાની સાથે તેમણે ગામના વિકાસ અને લોકશાહીને મજબુત કરવા વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી લોકોને અપીલ કરી હતી.

 

આ તરફ રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે પણ મતદાન કર્યુ હતુ. તેમણે ઉમરગામના ધોડી પાડા ગામમાં મતદાન કર્યુ હતુ. ધોડી પાડામાં સરપંચ પદના ઉમેદવાર તરીકે રમણ પાટકરના પુત્રવધૂ જ મેદાનમાં છે. ત્યારે તેઓ પોતાનો કિંમતી મત આપવા મતદાન મથકે પહોંચ્યા હતા.

 

મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં 302 ગ્રામ પંચાયતમા સામાન્ય ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં 24 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. વલસાડ તાલુકાની 5 સમરસ ગ્રામપંચાયત, કપરાડા તાલુકાની 7 સમરસ ગ્રામપંચાયત, ધરમપુર તાલુકાની 6 સમરસ ગ્રામપંચાયત, પારડી તાલુકાની 4 સમરસ ગ્રામપંચાયત અને વાપી અને ઉમરગામ તાલુકાની એક એક ગ્રામપંચાયત સમરસ થઈ છે. 302 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 815 ઉમેદવાર, સભ્યો માટે 5,200 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લામાં કુલ 955 મથદાન મથકોએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Bank of Baroda Recuirtment 2021: આ બેંકમાં ડેવલપર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

 

આ પણ વાંચો: UPSC NDA NA Result: UPSC NDA લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર, અહીં કરો ડાઉનલોડ

Next Video