વલસાડ વીડિયો : બોગસ સરકારી ડોક્યુમેન્ટ બનાવતી ટોળકી ઝડપાઇ, 4 વર્ષથી ચાલતું હતું કૌભાંડ

|

Mar 23, 2024 | 10:12 AM

વલસાડ : વાપીના ચણોદમાં એક ફોટો સ્ટુડિયોમાં ડુપ્લીકેટ આધારકાર્ડ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર કરતાં 3 શખ્સોને ઝડપી પાડી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ છેલ્લા 4 વર્ષથી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી આપવાનું કૌભાંડ આચરી રહ્યા હતા.

સૂત્રો અનુસાર વલસાડ જિલ્લાના વાપીના ચણોદ ખાતે એક ફોટો સ્ટુડિયોમાં છેલ્લા 4 વર્ષથી માત્ર 600 રૂપિયામાં બનાવટી જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ઈલેક્શન કાર્ડ બનાવવાનું રેકેટ ચાલતું હોવાની વલસાડ SOGની ટીમને બાતમી મળી હતી. માહિતીના આધારે વાપી GIDCમાં નોકરી ઇચ્છુક યુવકોના આધાર કાર્ડ ઉપર સ્થાનિક એડ્રેસ બદલવું અને જન્મના દાખલામાં છેડછાડ સહિતના કૌભાંડના રેકેટનો પર્દાફાશ કરાયો છે. પોલીસે દમણમાં આધાર કાર્ડ બનાવવાની કામગીરી કરતા યુવક સહિત ત્રણ આરોપી પાસેથી કમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 92 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વલસાડ SOGની ટીમે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video