Valsad : તિથલમાં જીવના જોખમે સહેલાણીઓ મોજ માણતા જોવા મળ્યાં, જુઓ Video

|

Apr 24, 2023 | 7:05 AM

વલસાડનો એક માત્ર બીચ કે જ્યાં ગુજરાતનાં ખૂણે ખૂણેથી લોકો આવે છે. ખાસ કરીને પ્રવાસી બસ મોટી સંખ્યામાં અહી જોવા મળતી હોય છે. ત્યારે આ દરિયામાં ઊંડે સુધી ઉતરી સ્ટંટ કરતા લોકોને જોઈ પ્રવાસીઓના હૈયા તાળવે ચોટયા હતા.

જીવના જોખમે સ્ટંટ કરનારા લોકો મોટેભાગે મોતને ભેટતા હોય છે. આવી જ ઘટના વલસાડ જીલ્લામાં સુરક્ષાને અભાવે બની શકે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડના તિથલ દરિયા કિનારે જીવના જોખમે ભારતીના પાણીમાં સહેલાણીઓ નાહતા નજરે ચડ્યા છે. વલસાડનો એક માત્ર બીચ કે જ્યાં ગુજરાતનાં ખૂણે ખૂણેથી લોકો આવે છે. ખાસ કરીને પ્રવાસી બસ મોટી સંખ્યામાં અહી જોવા મળતી હોય છે. ત્યારે આ દરિયામાં ઊંડે સુધી ઉતરી સ્ટંટ કર્તા લોકોને જોઈ અન્ય પ્રવાસીના હૈયા તાળવે ચોટયા હતા.

આ પણ વાંચો  : વાપીમાં ધોળા દિવસે 8 લાખથી વધુની લૂંટ, કર્મચારી પાસેથી બેગ ઝુંટવી આરોપી ફરાર

રવિવારની રજા હોવાથી તિથલના આ દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. મહત્વનુ છે કે, દરિયાના બહર્ટીના પાણીએ કેટલાય લોકોના જીવ આજ સુધી લીધા છે. દરિયામાં મોટી ભરતીમાં જીવન જોખમે સહેલાણીઓ દરિયામાં જતા નજરે ચડતા ક્યાકને ક્યાક સુરક્ષાને લઈને પણ કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં દરિયા કિનારે લોકો આવતા હોવા છતા દરિયા કિનારે સહેલાણીઓની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહીં આવી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

પોલીસ સુરક્ષા સામે પ્રશ્નાર્થ

દરિયાકિનારે સહેલાણીઓને દરિયામાં જતા અટકાવવા કોઈ પણ પોલીસ જવાન આ સ્થળ ઉપર હાજર નહીં હોવાથી સુરક્ષાને લઈને ઘોર બેદરકારી તિથલ બીચ પર જોવા મળી હતી. જો સુરક્ષા છે તો શા માટે પ્રવાસીઓને ભારતીના ઊંડા પાણીમાં જવા દેવામાં આવ્યા તે અંગે પણ કેટલાક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અગાઉ પણ ઘણા લોકોએ દરીયામાં પોતાનો જીવ ગુમાવ્યો છે તેમ છતાં તંત્ર સહેલાણીઓની સુરક્ષા માટે પગલા ભરવામાં નિષ્ફળ રહ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video