Valsad : ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલ્ટી જતા રસ્તા પર તેલ ઢોળાયું, લોકોની તેલ લેવા પડાપડી

|

May 22, 2022 | 6:49 PM

વલસાડ હાઈવે પર અકસ્માતે (Accident) ટેન્કર પલ્ટી મારી જતા તેલ રોડ પર ઢોળાઈ પડ્યું મોટા જથ્થામાં રસ્તા પર તેલ ઢોળાઈ જતા આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. વાસણો લઈ રસ્તા પર ઢોળાયેલા તેલને ભરવા લોકોની ભીડ જામી હતી

વલસાડના (Valsad) ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના બોર્ડર ઉપર આવેલા તળ ગામ પાસે ખાદ્યતેલ (Edieble Oil) ભરેલું ટેન્કર પલ્ટી જતા રસ્તા પર તેલની નદી વહી હતી. હાઈ વે પર અકસ્માતે (Accident) ટેન્કર પલ્ટી મારી જતા તેલ રોડ પર ઢોળાઈ પડ્યું મોટા જથ્થામાં રસ્તા પર તેલ ઢોળાઈ જતા આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. વાસણો લઈ રસ્તા પર ઢોળાયેલા તેલને ભરવા લોકોની ભીડ જામી હતી,,જેને લઈ થોડી વાર માટે એક તરફનો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. સ્થિતિ વણસે નહીં તે માટે મહારાષ્ટ્ર પોલીસના જવાનો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ અકસ્માતમાં ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો .

વલસાડ એપીએમસીમાં કેરીની સીઝનનું મુહૂર્ત કરવામાં આવ્યું

ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને ખરાબ હવામાનને કારણે કેરીના )પાક પર અસર જોવા મળી હતી. પાછલા વર્ષ કરતા આ વર્ષે કેરીનો પાક 20 ટકાથી પણ ઓછો થયો છે. જેને લઈને કેરી પકવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. રાજ્યભરમાં હવે મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે આંબાવાડીઓમાં મોડેથી તૈયાર થયેલા કેરીના પાકને વેડવાની કામગીરી હવે ધીરે ધીરે ગતિ પકડી રહી છે. શુક્રવારે વલસાડ એપીએમસી માર્કેટમાં નવી સીઝનની મુહૂર્તવિધિ વેપારીઓ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.

આ વર્ષે કેરીનો પાક મોડો પડ્યો છે. જેથી અખાત્રીજને દિવસે થતી ખાતમહુર્તની વિધિ કરવામાં આવી ન હતી. વેપારીઓ અને ખેડૂતોનું માનીએ તો 20 મે સુધીમાં પહેલા ફાલનો કેરીનો પાક તૈયાર થશે તેવી ધારણા હતી. જેને લઈને વેપારીઓએ થોડા જથ્થામાં તૈયાર થયેલા કેરીના પાકને ઉપાડ્યો હતો. જેથી વલસાડ એપીએમસી માર્કેટમાં વેપારીઓએ મુલતવી રાખેલી મુહૂર્તવિધિ મોડે મોડે કરી હતી

Next Video