Valsad : એક કરોડથી વધુની કેમિકલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે નવ લોકોની ધરપકડ કરી

|

May 06, 2022 | 5:00 PM

વાપીની રિક્ટર થેમિસ મેડિકેર કંપનીના કામદારોએ જ ચોરીનો પ્લાન ઘડયો હતો..મહેસાણાના ફાર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલ બે વ્યક્તિઓએ કેમિકલ ખરીદ્યુ હતું..ચોરી કરેલા પેલેડિયમ કેમિકલની વાત કરીએ તો.આ કેમિકલ ખૂબ કિંમતી છે.

વલસાડમાં (Valsad)  1 કરોડ 60 લાખની કિંમતના કેમિકલ ચોરીનો(Chemical Theft)  ભેદ ઉકેલાયો છે..વાપીની રિક્ટર થેમિસ મેડિકેર કંપનીમાં થયેલી ચોરી મુદ્દે પોલીસે(Police)  ચોરી કરનાર અને કેમિકલ ખરીદનાર સહિત 9 આરોપીની ધરપકડ કરી છે..સાથે 27 કિલો પેલેડિયમ કેમિકલ અને રૂપિયા 26.37 લાખ રોકડા જપ્ત કર્યા હતા..તો કંપનીમાં કામ કરતા કેટલાક કામદારોની ચોરીમાં સંડોવણી બહાર આવી છે..કંપનીના કામદારોએ જ ચોરીનો પ્લાન ઘડયો હતો..મહેસાણાના ફાર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલ બે વ્યક્તિઓએ કેમિકલ ખરીદ્યુ હતું..ચોરી કરેલા પેલેડિયમ કેમિકલની વાત કરીએ તો.આ કેમિકલ ખૂબ કિંમતી છે.. પેલેડિયમ કેમિકલ જો કોઈ અસામાજિક તત્વો સુધી પહોંચી જાય તો અત્યંત જોખમી અને ઘાતક સાબિત થઈ શકે છે..કારણ કે આ કેમિકલ વિસ્ફોટક તરીકે પણ કામ આવે છે.

આરોપીઓની ધરપકડ બાદ પોલીસે કરેલી આગવી ઢબે પુછપરછ મા અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.જેમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ માં રાજકુમાર રાજપૂત અને પ્રમોદ કુમાર સિંગ રાજપૂત તથા નરેન્દ્ર ભાનસિંગ નામના આરોપીઓ.આ કંપનીમાં જ કામ કરતા હતા.તેઓ જાણતા હતા કે કંપની માં વપરાતું પેલેડિયમ કેમિકલ ખૂબ જ કીમતી છે.આથી તેમના અન્ય સાગરીતો સાથે મળી અને કંપનીમાંથી આ કેમિકલ ચોરવાનો પ્લાન બનાવ્યો હતો.આરોપીઓએ આ કેમિકલ ચોરી કરવા અગાઉથી ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો.જે અંતર્ગત એક દિવસ અગાઉ જ આરોપીઓએ કંપનીમાં પેલેડિયમ કેટલિસ્ટ કેમિકલના સ્ટોર રૂમ ના તાળા બદલી નાખ્યા હતા.આથી તેઓ કંપની માં ઘુસી અને સરળતાથી પેલેડિયમ ના સ્ટોર રૂમ સુધી પહોંચી અને ચોરવામાં સફળ રહ્યા હતા.

 

Published On - 4:59 pm, Fri, 6 May 22

Next Video