Valsad : જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી, NDRF ની ટીમે 70 લોકોનું રેસ્ક્યૂ કર્યું

|

Jul 10, 2022 | 5:37 PM

ગુજરાતના(Gujarat) વલસાડ(Valsad)  જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને(Rain) કારણે વલસાડના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ઔરંગા નદીના પાણી કિનારાના વિસ્તારોમાં ઘૂસી ગયા છે

ગુજરાતના(Gujarat)  વલસાડ(Valsad)  જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને(Rain) કારણે વલસાડના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ઔરંગા નદીના પાણી કિનારાના વિસ્તારોમાં ઘૂસી ગયા છે.. જેના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે. શહેરના કશ્મીર નગર તળિયાવાડ, લીલાપોર, બંદર રોડ જેવા વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે.. આકાશી દ્રશ્યો જોતા જ અણસાર આવી જશે કે સ્થિતિ કેટલી ગંભીર છે.. વલસાડની સ્થિતિને જોતા 300થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.. NDRFની ટીમે વલસાડ શહેરમાં 70થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું છે.

ધરમપુરમાં છેલ્લા બે દિવસમાં 16 ઈંચથી વધારે વરસાદ ખાબકતાં ઔરંગા નદી ભયજનક સપાટી વટાવીને તોફાની રીતે વહી રહી છે. જેના કારણે વલસાડમાં પાણી ભરાઈ ગયા છે. ભૈરવી નજીક ઔરંગા નદીની ભયજનક લેવલ 4 મીટર છે. પરંતુ સવારે ઔરંગા નદી ભયજનક સપાટીથી ઉપર 6 મીટરે વહી રહી હતી. લોકોનું કહેવું છે કે દરવર્ષે તેમના ઘરોમાં છાતીસમાણા પાણી ભરાઈ જાય છે. તેમ છતાં તેમની સમસ્યાનો કોઈ કામયી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

વલસાડ જિલ્લામાં પાછલા ચાર દિવસથી સાર્વત્રિક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પાછલા 24 કલાકમાં કપરાડા તાલુકામાં 8 અને ધરમપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીના પાણી વલસાડના કાશ્મીરાનગર, ભરૂડિયા વાડ સહિતના વિસ્તારોમાં ઘૂસી ગયા. જે બાદ કલેક્ટરે લોકોને નદીકાંઠાથી દૂર રહેવાની સૂચના આપી. તો સ્થાનિક વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું અને નદીકાંઠાની નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું સ્થળાંતર હાથ ધર્યું હતું.

Published On - 5:33 pm, Sun, 10 July 22

Next Video