VADODARA : પાણીજન્ય રોગચાળાએ ઉચક્યું માથું, જૂની ગઢી વિસ્તારમાં કોલેરાના કેસમાં વધારો

|

Dec 23, 2021 | 6:25 PM

કોલેરાના કેસો મુદ્દે VMC સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે કેસો સામે આવ્યા બાદ જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી છે, માસ સેમ્પલિંગ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ક્યાં કારણોસર આ પરિસ્થિતિ સર્જાઈ તે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે.

કોરોનાના કહેર વચ્ચે વડોદરામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.કોરોનાના વધતા કેસ વચ્ચે કોલેરાએ માથુ ઉચક્યું છે.જૂની ગઢી વિસ્તારમાં કોલેરાના કેસમાં સતત વધારો થયો છે.એટલું જ નહીં કોલેરાને કારણે 60 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનો પણ સ્થાનિકો કહી રહ્યાં છે.

તો 10થી વધુ કોલેરાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે. સ્થાનિકોનો આરોપ છે કે તેમના વિસ્તારમાં લાંબા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે.જે અંગે કોર્પોરેશનમાં અનેક રજૂઆત કરવામાં આવી છે.પરંતુ સમસ્યાનો ઉકેલ લવાયો નથી. દૂષિત પાણીને કારણે જ કોલેરાના કેસ વધ્યાં હોવાના આક્ષેપ કરી રહ્યાં છે.

તો બીજી તરફ VMC સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે કેસો સામે આવ્યાં બાદ માસ સેમ્પલિંગ લેવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.ક્યાં કારણોસર આ પરિસ્થિતિ સર્જાઈ તે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે.

કોલેરાના કેસો મુદ્દે VMC સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે કેસો સામે આવ્યા બાદ જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી છે, માસ સેમ્પલિંગ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ક્યાં કારણોસર આ પરિસ્થિતિ સર્જાઈ તે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે. ફૂડ પોઇઝનિંગને કારણે પણ કેસો આવ્યા હોવાની વાત છે, અમે આ મુદ્દે ખરાઈ કરી રહ્યા છે. વડોદરાના ઓલ્ડસીટી વિસાતરમાં અને સલ્મ વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાયર નાંખવા માટેની પ્લાસ્ટિક પાઇપ લાઇન નાંખવામાં આવતી હોવાને કારણે પણ દૂષિત પાણીની સમસ્યા સર્જાય છે.

આ પણ વાંચો : Ahmedabad : મોંઘવારી પતંગરસિયાઓની મજા બગાડશે ? પતંગ અને દોરીના ભાવમાં વધારો

 

Next Video