Vadodara : કૃત્રિમ તળાવની બહાર કચરાના ઢગમાંથી ભગવાનની વિવિધ પ્રતિમાઓ મળી આવતા વિવાદ

|

May 21, 2022 | 11:52 PM

વડોદરા(Vadodara) મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કૃત્રિમ તળાવની બહાર કચરાના ઢગમાં વિવિધ પ્રતિમાઓ અપમાનજનક સ્થિતિમાં હોવાની માહિતી મળતા એડવોકેટ નિરજ જૈન સહિતના આગેવાનો તપાસ માટે પહોંચ્યાં હતા

વડોદરા(Vadodara)  મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કૃત્રિમ તળાવની બહાર કચરાના ઢગમાં ભગવાનની વિવિધ પ્રતિમાઓ(God Idol)  અપમાનજનક સ્થિતિમાં હોવાની માહિતી મળતા એડવોકેટ નિરજ જૈન સહિતના આગેવાનો તપાસ માટે પહોંચ્યાં હતા. જેમાં વડોદરાના અકોટા દાંડિયા બ્રિજ નજીક આવેલા સોલાર બ્રિજ પાસેથી કચરાના ઢગલામાંથી ભગવાનની મૂર્તિઓ મળી આવતા વિવાદ થયો છે.અકોટા દાંડિયા બ્રિજ પાસેથી કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરાયેલા મંદિરની મૂર્તિ હોવાનો આરોપ લાગ્યો છે.. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કૃત્રિમ તળાવની બહાર કચરાના ઢગમાં વિવિધ મૂર્તિઓ મળી આવતા સામાજિક સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો.અને આરોપ લગાવ્યો હતો કે કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરાયેલા મંદિરની આ મૂર્તિઓ છે…આવી અપમાનજક સ્થિતિમાં ભગવાનની મૂર્તિ મળતા હિન્દુ સંગઠનોની લાગણી દુભાઇ છે..સાથે જ સામાજિક કાર્યકર નિરજ જૈને ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આ કૃત્ય કોને કર્યું તેની હકીકત સામે નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે.

તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આ અંગે તપાસ કરવામાં આવશે.જ્યારે મેયર કેયુર રોકડિયાએ તમામ આક્ષેપને ફગાવ્યાં અને કહ્યું કે તમામ મૂર્તિઓને કોર્પોરેશન દ્વારા સન્માનજનક રીતે મુકવામાં આવી છે.વિધર્મી માણસે મુદ્દો બનાવવા માટે કચરાના ઢગલામાં મૂર્તિ ફેંકી હોવાનું મેયરે જણાવ્યું છે.

Published On - 11:32 pm, Sat, 21 May 22

Next Video