વડોદરા : ડભોઈ પાસે એક જ દિવસમાં પડ્યાં બે ગાબડાં

|

Oct 14, 2022 | 2:56 PM

અગાઉ ડભોઇ કરજણ રોડ ઉપર નાળુ તૂટ્યું હતું. બંને તાલુકાને જોડતું નાળુ તુટતા વાહનવ્યહાર બંધ કરવાની ફરજ પડી હતી. સાથે જ નાના વાહનોને ડાયવર્ટ કરાયા હતા.

વડોદરાના  ( vadodara) ડભોઈ  (Dabhoi) પાસે એક જ દિવસમાં 2 ગાબડાં પડ્યા હતા. એક ગાબડું ડભોઈ  કરજણ રોડ પર પડયું હતું  તો બીજુ ગાબડું ડભોઈ-વાઘોડીયાને  (Vaghodiya) જોડતા રોડ પર પડયું હતું. ઢાઢર નદીના બ્રીજ પર મોટું ગાબડું હતું. જેથી ભારે વાહનો માટે રસ્તો બંધ કરાયો હતો. આ રસ્તો બંધ થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અગાઉ ડભોઇ કરજણ રોડ ઉપર નાળુ તૂટ્યું હતું. બંને તાલુકાને જોડતું નાળુ તુટતા વાહનવ્યહાર બંધ કરવાની ફરજ પડી હતી. સાથે જ નાના વાહનોને ડાયવર્ટ કરાયા હતા. મહત્વપૂર્ણ છે કે વગર વરસાદે નાળું તૂટતા અને રસ્તા પર ગાબડાં પડતા અનેક સવાલો સર્જાયા છે. અહીંના સ્થાનિકોમાં  ચર્ચા છે કે નાળાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાથી આ સ્થિતિ સર્જાઇ છે. આ ઘટનામાં ડભોઇ માર્ગ મકાન વિભાગમી ઘોર બેદરકારી  પણ સામે આવી છે.

તો વડોદરા શહેરના અન્ય મહત્વના સમાચારોમાં  જોઈએ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ની જુદી જુદી ટીમો દ્વારા શહેરમાં ફરસાણ, અને મીઠાઈ ની દુકાનોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા ચેકીંગ હાથ ધર્યું હતું અને નમૂના પણ  લેવામાં આવ્ય હતા. સ્થાનિક વેપારીઓમાં ચર્ચા હતી કે આખું વર્ષ ઊંઘતું રહેતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર દિવાળી ના તહેવારો ટાણે અચૂક જાગતું હોય છે અને આ રીતે પોતે કામગીરી કરતું હોવાનો દેખાડો માત્ર કરવામાં આવે છે, કામગીરી દેખાડવા માટે ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ખોટી રીતે રંજાડવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.

 

Next Video