Vadodara : સિંઘરોટ ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ, 121 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

|

Dec 07, 2022 | 4:14 PM

વડોદરાના સિંઘરોટમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાવાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે..ત્યારે ATSને મોટી સફળતા હાથ લાગી છે.તપાસ દરમિયાન સયાજીગંજના મનુ ટાવરમાંથી ડ્રગ્સનું વધુ એક પ્રોસેસિંગ યુનિટ ઝડપાયું છે.ATSની ટીમે વધુ 121.40 કરોડની કિંમતનું 24.280 કિલોગ્રામ ડ્રગ્સ પકડ્યું છે..શૈલેશ કટારીયાના ઘરે સર્ચ કરતા ATSને ડ્રગ્સનો વધુ જથ્થો મળી આવ્યો હતો.

મહત્વનું છે કે અગાઉ આરોપી ભરત ચાવડા પાસેથી 8.85 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું…જેને લઇ પોલીસે આરોપી સૌમિલ પાઠક, ભરત ચાવડા અને શૈલેશ કટારીયાની પૂછપરછ હાથ ધરી હતી.. પૂછપરછમાં આરોપીઓની કબૂલાત બાદ મનુ ટાવરમાં ATSએ તપાસ હાથ ધરી હતી..અને પ્રોસેસિંગ યુનિટમાંથી વધુ 100 કિલો કેમિકલ કબ્જે કર્યું હતું.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ 100 કિલો જેટલા કેમિકલમાંથી MD ડ્રગ્સ બનાવતા હતા અને ત્યારબાદ હેરાફેરી કરતા હતા…જો કે આ કેસનો મુખ્ય આરોપી સૌમિલ પાઠક છે..જેની ATS શોધખોળ કરી રહી છે…અગાઉ એટીએસએ સિંઘરોટની ફેકટરીમાંથી કુલ 477.385 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Next Video