Vadodara: સિલ્વર મેડલ વિજેતા મહિલા ક્રિકેટરોનું થયું ભવ્ય સ્વાગત

|

Aug 10, 2022 | 11:56 PM

ભારતીય મહિલા ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ (Silver medal) જીત્યો છે. રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયા બંનેનું સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે.

કોમનવેલ્થ ગેમ્સ 2022માં  (Commonwealth Games 2022) ક્રિકેટમાં સિલ્વર મેડલ વિજેતા બે મહિલા ક્રિકેટર (Women cricketer ) પણ વડોદરા પહોંચી છે. ક્રિકેટર રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાનું ભવ્ય સ્વાગત કરાયું. BCAના હોદ્દેદારો અને ક્રિકેટ (Cricket) રસિકોએ ઢોલ નગારા અને ડી.જેના તાલે ખેલાડીઓને આવકાર્યા હતા. સાથે જ એરપોર્ટથી એરપોર્ટ સર્કલ સુધી રોડ શો પણ યોજ્યો હતો. મહત્વનું છે કે, ભારતીય મહિલા ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ (Silver medal) જીત્યો છે. રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયા બંનેનું સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે.

સુરતમાં પણ ગોલ્ડન બોયનું સ્વાગત

કોમનવેલ્થ ગેમ્સમાંથી ગોલ્ડ મેડલ જીતી સુરતનો ‘ગોલ્ડન બોય’ હરમીત દેસાઈ  (Harmeet Desai) વતન પહોંચી ગયો હતો, ત્યારે સુરત એરપોર્ટ પર હરમીત દેસાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટેબલ ટેનિસમાં હરમિતે ટીમ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. સુરત એરપોર્ટ પર પહોંચતાની સાથે જ હરમીતના પરિવારજનો અને મિત્રોએ ભારત માતા કી જયના નારા સાથે હરમીતને આવકાર્યો હતો તો હરમીતે પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. હરમીતે કહ્યું કે, હવે તેનો ગોલ ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ ભારત માટે મેડલ લઈ આવવાનો છે.

સુરતના આ ગુજરાતીએ કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ ટીમ ઈવેન્ટમાં દેશને ગોલ્ડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હરમીત દેસાઈ એ સિંગાપોર સામે પુરૂષોની ટીમની ફાઇનલમાં સાથિયાન જ્ઞાનસેકરન સાથે શરૂઆતની ડબલ્સ મેચ જીતી હતી અને પછી સિંગલ્સમાં ચોથી મેચ જીતીને ટીમનો ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કર્યો હતો. હરમીત દેસાઈ સિંગલ્સ અને ડબલ્સમાં શાનદાર ખેલાડી છે. પરંતુ મેડલ મેળવવા માટે તે સ્પોર્ટ્સ સિવાય ફૂડ પર ખાસ ધ્યાન આપે છે. કોમનવેલ્થ ગેમ્સ 2022ની તૈયારી માટે હરમીતે મીઠાઈ અને ભાતને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેનું મીઠું ફળ તેને સોનાના રૂપમાં મળ્યું.

Published On - 11:54 pm, Wed, 10 August 22

Next Video