વડોદરાના (Vadodara) ક્રેડાઈ (CREDAI)પ્રમુખ મયંક પટેલની (Mayank Patel) સોશિયલ મીડિયાની પોસ્ટના મુદ્દે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું (Revenue Minister Rajendra Trivedi) નિવેદન સામે આવ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, મયંક પટેલ કોણ છે હું નથી જાણતો કોઈ એક વ્યક્તિ આક્ષેપ કરે તેનો જવાબ અમારે ન આપવાનો હોય, સાથે જ તેઓએ આરોપ લગાવ્યો કે મયંક પટેલ કોંગ્રેસનો માણસ છે. અને તેણે જ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની બહેનના લગ્નનો ખર્ચ ઉઠાવ્યો હતો. જોકે તેઓએ દાવો કર્યો કે ગુજરાતનો વિકાસ થયો છે એટલે જ ગુજરાતની જનતા ભાજપને સત્તા આપે છે. તમને જણાવી દઈએ કે, ક્રેડાઈ પ્રમુખ મયંક પટેલે સોશિયલ મીડિયા પર વડોદરાનો વિકાસ રૂંધાયો હોવાનો આરોપ લગાવ્યો હતો.
વડોદરાના ક્રેડાઇ પ્રમુખ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સેનેટ સભ્ય મયંક પટેલે વડોદરાના વિકાસનો વડોદરા કોર્પોરેશન અને વુડા પાસે શહેરના વિકાસનો હિસાબ માંગતા વિવાદ શરૂ થયો છે. ત્યારે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કેન્દ્રના ડિજીટલ બજેટના પ્રચાર પ્રસાર અંગેની પત્રકાર પરિષદમાં શહેરના વિકાસનો હિસાબ માગનાર મયંક પટેલ અંગે પૂછાયેલા પ્રશ્ન અંગે જણાવ્યું હતું કે, ” હું મયંક પટેલને ઓળખતો નથી, અને તે કોંગ્રેસના છે મહેસુલ મંત્રીની આ પ્રતિક્રિયાથી શહેરના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો : પોરબંદર અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સની કિંમત 2000 કરોડ
આ પણ વાંચો : TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: હેલ્મેટ પહેરીને વાહનના તમામ દસ્તાવેજો લઈને દીપુ ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે ગયો…