Rain Breaking : રાજ્યમાં ફરી એક વાર મેઘરાજાએ જમાવટ કરી છે. ધોધમાર વરસાદના પગલે નર્મદા નદી ગાંડીતૂર થતા વડોદરાના કરજણના પરા ગામના લોકોનું તંત્ર દ્રારા સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. પરા ગામના તમામ લોકોને સ્થળાંતર કરી નારેશ્વર આશ્રમમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં વડોદરા કલેક્ટર, કરજણ SDM, મામલતદાર સહિત કરજણના પી.આઈ તેમજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત તંત્ર કામે લાગ્યું છે.
આ પણ વાંચો : Vadodara : નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ત્રણ તાલુકામાં એલર્ટ અપાયું, 25થી વધુ ગામને સર્તક રહેવા સૂચના, જુઓ Video
તો નર્મદાના પાણી કરજણના નાની સાયર ગામમાં પણ પ્રવેશ્યા છે. જેના પગલે NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરી છે. નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા 16 લોકોને NDRF દ્વારા સલામત ખસેડાયા છે. તો નર્મદા ડેમનું પાણી છોડવાના કારણે કરજણ તાલુકાના નાની સાયર ગામે પાણી ભરાતા હતા. જેમાં બે ત્રણ પરિવાર ફસાયા હોવાની માહિતી મળતા NDRFની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. NDRFની ટીમે 5 પુરુષો, 10 બાળકો અને 1 મહિલાનો બચાવ કર્યો છે.