Vadodara : વડોદરા પોલીસે ઝડપી પાડ્યું હરતું ફરતું જુગારધામ, 2. 33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

|

Aug 12, 2022 | 7:21 PM

વડોદરામાં(Vadodara) પોલીસથી બચવા જુગારીઓએ હરતું ફરતું જુગારધામ બનાવ્યું હતું. જેમાં વડોદરા ગ્રામ્ય LCBએ ડભોઇ વેગા ચોકડી નજીક થી હરતું ફરતું જુગરધામ ઝડપ્યું છે. જેમાં 13 જુગારીઓને ઝડપી પાડ્યા છે.

વડોદરા(Vadodara)પોલીસે હરતું ફરતું જુગારધામ ઝડપી પાડ્યું છે. જેમાં કપુરાઈ ચોકડીથી ડભોઈ જવાના માર્ગ પરથી વાહનમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ છે. જેમાં પોલીસે પીકઅપ વાહનને રોકીને 13 જુગારીઓને ઝડપી પાડ્યા છે. જેમાં પકડાયેલા તમામ જુગારીઓ પાણીગેટના રહેવાસી છે. તેમજ પોલીસે 33 હજારથી વધુની રોકડ સહિત 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જેમાં વડોદરામાં પોલીસથી બચવા જુગારીઓએ હરતું ફરતું જુગારધામ બનાવ્યું હતું. જેમાં વડોદરા ગ્રામ્ય LCBએ ડભોઇ વેગા ચોકડી નજીક થી હરતું ફરતું જુગાર ધામ ઝડપ્યું છે. જેમાં 13 જુગારીઓને ઝડપી પાડ્યા છે. જેમાં વડોદરાનો અઝરુદ્દીન અમરુદ્દીન શેખ કપુરાઈ ચોકડીથી ડભોઇના માર્ગ પર જુગારધામ ચલાવતો હતો. જેમાં મહિન્દ્રા પિક અપ વેનમાં હરતું ફરતું જુગાર ધામ ચાલતું હતું. તેમજ રોકડા રૂપિયા 33,700 સહિત 2 લાખ 33 હજાર 700નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. તેમજ ડભોઇ પોલીસ મથકે 13 જુગારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

13 જુગારીઓને ઝડપીને તેમની પાસેથી 2. 33 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો હતો

આ સમગ્ર  ઘટનામાં  વડોદરા જિલ્લામાં પોલીસે જુગારની ગેરકાયદેસરની પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદ્દેશથી પેટ્રોલિંગ સઘન કર્યું હતું. જેના ભાગરૂપે વડોદરા પોલીસ સ્ટેશનની ટીમ તપાસમાં હતી. જેમાં પોલીસને મળેલી બાતમીના આધારે મહાપુરગામ તોરણીયા તળાવડી પાસે આવેલ જાડીઓમાં કેટલાક ઇસમો ગોળ-કુંડા વાળી પાના પૈસા વડે હારજીતનો જુગાર રમે છે અને રમાડે છે. જે ચોકકસ માહિતીના આધારે એલ.સી.બી. ટીમ ધ્વારા બાતમી વાળી જગ્યાએ જુગાર અંગે રેડ કરી 13 જુગારીઓને ઝડપીને તેમની પાસેથી 2. 33 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Published On - 7:02 pm, Fri, 12 August 22

Next Video