Vadodara : પશુઓના ટપોટપ મોત, છતાં સરકાર છુપાવી રહી છે આંકડા, કોંગ્રસ નેતાનો ગંભીર આરોપ

|

Aug 07, 2022 | 8:29 AM

ગુજરાતમાં 20 જિલ્લામાં બે હજારથી વધુ પશુઓના લમ્પીથી (Lumpy) મોત નિપજ્યા છે, ત્યારે લમ્પી વાયરસ પર એક અઠવાડિયામાં કાબૂ મેળવવાનો દાવો કરવામાં આવ્યા છે.

વડોદરામાં (Vadodara) લમ્પી વાયરસને લઈ કોંગ્રેસ નેતા અમી રાવતે (Ami Ravat) સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. કલેકટર અને મનપા કમિશનરને પત્ર લખી કોંગ્રેસ નેતાએ (Congress leaders) આરોપ લગાવ્યા છે. ડભોઈ, પાદરા અને કરજણ તાલુકામાંથી માત્ર 51 કેસ લમ્પી વાયરસના (lumpy virus) સરકારી ચોપડે નોંધાયા છે. પરંતુ હજુ ઘણા કેસ એવા છે કે જે ચોપડે નોંધાયા નથી. લમ્પી વાયરસને રોકવા તંત્ર અસરગ્રસ્ત પશુઓને (Cattle) રસી ન મુકતું હોવાનો પણ આરોપ લગાવ્યો. વેટરનરી હોસ્પિટલમાં તબીબની ઘટ પૂરી કરવા અને રસીકરણ માટે ડોઝ આપવા કોંગ્રેસે પત્રમાં રજૂઆત કરી છે.

લમ્પી વાયરસથી પશુઓને કેવી રીતે બચાવી શકાય તેની પશુપાલકોને જાણકારી આપવા માગ કરી હતી.વડોદરા જીલ્લામાં 4 લાખ 93 હજાર 270ની પશુ સામે બે દિવસ અગાઉ ફક્ત 3000 પશુને રસી મુકી હોવાનું કોંગ્રેસના નેતાનું કહેવું છે.

20થી વધુ જિલ્લામાં લમ્પીનો પગપેસારો

ગુજરાતમાં 20 જિલ્લામાં બે હજારથી વધુ પશુઓના લમ્પીથી (Lumpy) મોત નિપજ્યા છે, ત્યારે લમ્પી વાયરસ પર એક અઠવાડિયામાં કાબૂ મેળવવાનો દાવો કરવામાં આવ્યા છે. રસીકરણ (Vaccination) પર ભાર અપાઈ રહ્યું છે, પરંતુ હજી સુધી પશુપાલકોને (Cattle breeders ) સહાયની કોઈ જાહેરાત થઈ નથી. પશુપાલકોની ઘટતી આવક સામે પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે તે મોટો પ્રશ્ન છે.

ઠેર ઠેર અસંતોષ જોવા મળી રહ્યો છે

રાજ્યમાં લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે. રસીકરણમાં (Vaccine) તંત્રની બેદરકારીના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે. બીજીબાજુ સંક્રમણ ન અટકતા પશુપાલકો પણ મેદાને આવ્યા છે. ત્યારે મુખ્યપ્રધાને એક જ અઠવાડિયામાં લમ્પી વાયરસને કાબૂમાં લેવા સૂચના આપી છે. વિરોધ અને સમીક્ષા બેઠકો વચ્ચે પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લમ્પી વાયરસ નવો નથી ગત વર્ષે પણ 10 હજાર પશુઓમાં ફેલાયો હતો, પરંતુ પશુના મોત થયા ન હતા. એકતરફ લમ્પી વાયરસની ચિંતા પશુપાલકોને પરેશાન કરી રહી છે. ત્યારે રાજકોટના વીંછીયામાં લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર ન થતા લોકો રોષે ભરાયા હતા.

Next Video