Vadodara: કોરોનાનો કહેર યથાવત, વધુ એક સ્કૂલ કોરોનાની ઝપેટમાં, શિક્ષિકાને કોરોના

|

Dec 16, 2021 | 4:55 PM

Vadodara:સંત કબીર શાળાના મહિલા શિક્ષકનો કોવિડ પોઝિટિવ આવતાં ટેન્શન વધ્યું છે. શાળામાં ઑફલાઇન શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું છે.

Corona in Vadodara: વડોદરા શહેરમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. શહેરની નવરચના સ્કૂલનો વિદ્યાર્થી કોરોના (Corona In Student) પોઝિટિવ આવ્યાં બાદ વધુ એક સ્કૂલ કોરોનાની ચપેટમાં આવી છે. સંતકબીર સ્કૂલની વધુ એક શિક્ષિકા કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ જઈને આવેલા નૃત્ય શિક્ષિકા સંગીતા ચોકસીનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને ધ્યાને રાખી આજથી ત્રણ દિવસ માટે સંતકબીર સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ સંતકબીર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત બન્યાં છે.

યુકેથી દુબઈની ફ્લાઈટમાં અમદાવાદ આવેલા પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 48 વર્ષના મૂળ આણંદના આ પ્રવાસીને બુધવારે સવારે અસારવાર સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરાયો છે. ઓમિક્રોનના શંકાસ્પદ મનાતા આ દર્દીના સેમ્પલ જિનોમ સિક્વન્સ માટે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે મોકલાયા છે. જેનો રિપોર્ટ 5થી 7 દિવસમાં આવશે.

આ રિપોર્ટ આવે પછી જ ખબર પડશે કે કોરોનાના નવા ઓમિક્રોનનો કેસ છે કે અન્ય વેરિઅન્ટનો કેસ છે. સિવિલ હોસ્પિટલના સૂત્રો પ્રમામે સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં ઓમિક્રોનનો શંકાસ્પદ દર્દી દાખલ છે. આ દર્દીએ યુકેમાં પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. પણ તે સમયે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

 

આ પણ વાંચો: Bhavnagar: આ સરકારી ભવનની મુલાકાતમાં જીવનું જોખમ! જુઓ શું છે બિલ્ડીંગની સ્થિતિ

આ પણ વાંચો: Sheena Bora Murder Case: ઈન્દ્રાણી મુખર્જીનો ચોંકાવનારો ખુલાસો, શીના બોરા જીવિત છે અને કાશ્મીરમાં છે!

Next Video