Vadodara: ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કૌભાંડને લઇ બે એજન્સીને નોટિસ, 7 દિવસમાં ખુલાસો કરવા કોર્પોરેશનનો આદેશ

|

Jul 29, 2022 | 9:54 AM

ભાજપના (BJP) કાઉન્સિલર આશિષ જોષી (BJP councilor Ashish Joshi) દ્વારા આ સમગ્ર ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું. 18 માસમાં અંદાજે 50 કરોડ રુપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હોય તેવી આશંકા છે.

વડોદરામાં (Vadodara) ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કૌભાંડ (Garbage collection scam) મામલે પૂર્વ અને પશ્ચિમ ઝોનની બે અલગ અલગ ગાર્બેજ કલેક્શન એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ પૂર્વ ઝોનની એજન્સીને રૂ.40 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. તો પૂર્વ ઝોનની એજન્સીને 2.29 કરોડનો દંડ ફટકારાયો છે. ભાજપના કાઉન્સિલર આશિષ જોષી (BJP councilor Ashish Joshi) દ્વારા આ સમગ્ર ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું. 18 માસમાં અંદાજે 50 કરોડ રુપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હોય તેવી આશંકા ડેટાના આધારે સેવાઇ રહી છે.

વડોદરા શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કૌભાંડને લઇ કોર્પોરેશને કાર્યવાહી કરી છે. કોર્પોરેશને કચરાનું કલેક્શન કરતી બે એજન્સીને નોટિસ અને દંડ ફટકાર્યો છે..પૂર્વ ઝોનની ઈજારદાર કંપની CDCને 40 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો પશ્ચિમ ઝોનની ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને 2.29 કરોડનો દંડ ફટકારાયો છે. મે મહિનાના મિસ્ડ POI ડેટાના આંકડાને આધારે બંને એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં બંને એજન્સીઓને 7 દિવસમાં ખુલાસો કરવા કોર્પોરેશને આદેશ કર્યો છે. જો સાત દિવસમાં ખુલાસો કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વનું છે કે ભાજપ કોર્પોરેટર આશીષ જોશીએ 18 માસના ડેટા આધારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં 50 કરોડના કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. 18 મહિનના POI સાથે છેડછાડ કરી કૌભાંડ કરવામાં આવ્યું હોવાની મેયર અને કમિશનરને રજૂઆત કરી હતી.

Next Video