Vadodara: રખડતા ઢોરની સમસ્યા ડામવા મહાનગરપાલિકાની ટીમ એક્શનમાં, શહેરમાં ત્રણ જેટલા ગેકકાયદે ઢોરવાડા તોડી પડાયા

|

Aug 30, 2022 | 11:21 PM

vadodara: શહેરમાં રખડતા ઢોરની સમસ્યા પર સંપૂર્ણપણે અંકુશ લાવવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. જેમાં હવે શહેરમાં ગેરકાયદે ધમધમતા ઢોરવાડા પર પણ તંત્રનુ બુલડોઝર ફરી વળ્યુ છે અને આ ગેરકાયદે ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા છે.

વડોદરા(Vadodara)માં રખડતા ઢોરને પકડી પાડવાની સાથોસાથ તંત્ર તબેલા ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી કરી રહ્યુ છે. શહેરના આજવા રોડ પર મહાનગરપાલિકાની ટીમ ત્રાટકી હતી અને ગેરકાયદે ધમધમતા તબેલા પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ત્રણ જેટલા ગેરકાયદે ઢોરવાડા (Cattle Sheds) તોડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત સરકારી જમીન પર બનાવાયેલા ગેરકાયદે તબેલાને પણ તોડી પાડવામાં આવ્યા હતા. માલધારી સમાજના લોકો વિરોધ ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં રખડતા ઢોર (Stray Cattle)ની સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્રની ટીમ હવે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.

રખડતા ઢોરની સમસ્યા પર નિયંત્રણ લાવવા તંત્રની ટીમ એક્શનમાં

શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને સંપૂર્ણપણે અંકુશ મુકવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં હવે શહેરમાં માત્ર રખડતા ઢોરને જ પકડી પાડવાની કામગીરી પુરતુ તંત્ર સિમિત ન રહેતા હવે ગેરકાયદે ધમધમતા ઢોરવાડા પર પણ તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે, ત્રણ જેટલા ગેરકાયદે ઢોરવાડાને તોડી પાડવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન કોઈ વિરોધ કે વિવાદ ન થાય તેના માટે પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની ટીમ રખડતા ઢોરની સમસ્યા સામે સંપૂર્ણ રીતે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને રસ્તા પર ક્યાંય પણ ઢોર દેખાય તો તેને પકડી લેવામાં આવે છે તો ગેરકાયદે ઢોરવાડા પર પર પણ તંત્રએ લાલ આંખ કરી છે.

Next Video