વડોદરા (Vadodara) જિલ્લાના ડભોઇ જિલ્લાના ખેડૂતો(Farmers) નર્મદાના કેનાલના ( Narmada) સિંચાઇના પાણીથી વંચિત હોવાની ફરિયાદ સામે આવી છે. જેમાં નર્મદા ડેમમાં જમીન આપ્યા બાદ ખેતી માટે સિંચાઈના પાણી ન મળતા નર્મદા વિસ્થાપીતના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેમાં પોર સાખા નહેરમાંથી સિંચાઇના પાણી ન મળતા ડાંગર, કપાસ, દિવેલા સહિત ઘાસચારા જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ સરકાર અને નર્મદા નિગમ અધિકારીઓએ 31 માર્ચથી કેનાલમાં પાણી આપવાનું બંધ કરી દીધું છે..જેને લઈને મહેજ 50 કિલોમીટરના અંતરે વસવાટ કરતા શિનોર રોડ વસાહત 1 અને 2 તેમજ થરાવાસા અને નડા વસાહતના વિસ્થાપીત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નિંગમને અનેક વખત અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છતાં અધિકારીઓ સાંભળતા નથી..જેથી હવે વિસ્થાપીત ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આ ખેડૂતોએ અનેક વખત નર્મદા નિગમના અધિકારીઓને લેખીતમાં રજૂઆતો કરી પણ તેમની વાત કાને ધરવામાં નથી આવતી. આ ખેડૂતોની કરૂણતા તો જુઓ..સરકાર કચ્છ-ભુજ સુધી ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમના પાણી પહોંચાડે છે અને જેમણે નર્મદાના ડેમ માટે પોતાની ઘર-જમીન આપી દીધા. અને પોતે નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી.ના અંતરે છે છતાં તેમને પાણી નથી મળી રહ્યા..માત્ર સરકારી ભરોસા પર પોતાના વતન અને જમીન છોડી પુનઃ વસવાટ કર્યો પણ આખરે તેમણે પાણી માટે તો વલખાં જ મારવાનો વખત આવ્યો છે.સરકાર વહેલી તકે પોર શાખા નહેરમાં પાણી નહીં આપે તો આ વિસ્થાપીત ખેડૂતોએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે
આ પણ વાંચો : ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર ભાજપ નેતાએ જ ઉઠાવ્યા સવાલ, કેજરીવાલે કહ્યુ “AAP સરકાર ગુજરાતમાં પણ સારું શિક્ષણ આપશે”
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 4:44 pm, Sun, 10 April 22