Vadodara: ક્રેડાઇના પ્રમુખે કોર્પોરેશન અને વુડાના અધિકારીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટર મુકતા ખળભળાટ

|

Feb 10, 2022 | 1:45 PM

વડોદરા ક્રેડાઈના પ્રમુખ અને સેક્રેટરીએ વુડા અને મનપાના અધિકારીઓ કોઈને ગાંઠતા ન હોવાનો આરોપ લગાવ્યો. ભાજપના સાંસદ, ધારાસભ્યો, પ્રધાન સાથેની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ કામ થઈ જવાની ખાત્રી આપી છે. જે બાદ કામ કોઈ ને કોઈ બહાને ટલ્લે ચડાવે છે.

વડોદરા(Vadodara)મહાનગરપાલિકા અને વુડાના(VUDA)અધિકારીઓ સામે ક્રેડાઈના(Credai) પ્રમુખે મોરચો માંડતા ખળભળાટ મચ્યો છે. ક્રેડાઈ પ્રમુખ મયંક પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું કે અધિકારીઓના પાપે લાપતા થયેલા વિકાસને શોધી લાવનારાને ઈનામ આપવામાં આવશે. મયંક પટેલે વડોદરાનો વિકાસ રૂંધાવાવા બદલ અધિકારીઓના અયોગ્ય વહીવટને જવાબદાર ગણાવ્યો. વડોદરા મ્યુનસિપિલ કોર્પોરેશન અને વુડાના અધિકારી દ્વારા કાયદાના ખોટાં અર્થઘટન કરવામાં આવે છે. આ મુદ્દે ક્રેડાઈ દ્વારા ત્રણ વર્ષથી તમામ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ જ નિકાલ લાવવામાં આવતો નથી વડોદરાની કેટલીક ટીપી 2011થી પેન્ડિંગ છે અને વુડાની પણ એ જ સ્થિતિ છે. વડોદરા સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

મનપાના અધિકારીઓ કોઈને ગાંઠતા ન હોવાનો આરોપ

ક્રેડાઈ પ્રમુખ મયંક પટેલે  વધુમાં કહ્યું કે  વુડા અને મનપાના અધિકારીઓ કોઈને ગાંઠતા ન હોવાનો આરોપ લગાવ્યો. ભાજપના સાંસદ, ધારાસભ્યો, પ્રધાન સાથેની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ કામ થઈ જવાની ખાત્રી આપી છે. જે બાદ કામ કોઈ ને કોઈ બહાને ટલ્લે ચડાવે છે. અધિકારીઓની કામ ટાળવાની વૃત્તિથી જ લોકોને સસ્તા ઘર આપવાની અનેક યોજનાઓ ટલ્લે ચડી ગઈ છે. સૌના હિતમાં વિવાદનો ઝડપથી ઉકેલ લાવવાની પણ ક્રેડાઈના હોદ્દેદારોએ માગણી કરી.

આ પણ  વાંચો : Surat: હડતાલ પર બેસેલા વકીલો પર કાર ચડાવી દેવાનો કેસઃ 23 વર્ષ બાદ સમન્સ કાઢવા હુકમ

આ પણ વાંચો :  Ahmedabad: બિલ્ડરો જૂથો પર ઇન્કમટેક્સ વિભાગનો સાપટો, શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા

Published On - 1:42 pm, Thu, 10 February 22

Next Video