Vadodara : શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલા કાંસમાં ગંદકી, સફાઇ કરવા શહેરીજનોની માંગ

| Edited By: | Updated on: May 10, 2023 | 9:48 AM

આ કાંસમાં ગંદકી અને કચરા નો ભરાવો થવાને કારણે પાણી નો નિકાલ અટકી ગયો છે જેને કારણે મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો છે, અને રોગચાળા નો ભય પણ ફેલાયો છે.લોકો ફરિયાદ કરે છે મચ્છરોનો ત્રાસ ખૂબ વધ્યો છે. જેમાં સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કાંસનું અધૂરું કામ પૂરું કરવા માટે મંજૂરી છે

વડોદરામાં(Vadodara)  વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી કાંસની(Canal)  યોગ્ય રીતે સફાઈ નહીં થતી હોવાને કારણે ઘણી બધી કાંસો ગંદકીના વહેણ બની ગઈ છે અને વર્ષા ઋતુમાં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ નહીં થાય તો રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસી જાય તેવી તેવી ભીતિ ઉભી છે .સફાઈના અભાવે વધતી ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. વડોદરાના ઉન્ડેરાથી ગોત્રી સુધીની આ કાંસ લોકો માટે માથાનો દુખાવો બની રહી છે.

કોર્પોરેશનના સત્તાધીશો કેમ લાપરવાહ છે તે સમજાતું નથી

આ કાંસમાં ગંદકી અને કચરા નો ભરાવો થવાને કારણે પાણી નો નિકાલ અટકી ગયો છે જેને કારણે મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો છે, અને રોગચાળા નો ભય પણ ફેલાયો છે.લોકો ફરિયાદ કરે છે મચ્છરોનો ત્રાસ ખૂબ વધ્યો છે. જેમાં સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કાંસનું અધૂરું કામ પૂરું કરવા માટે મંજૂરી છે. જેમાં મળી ગયેલ છે છતાં આ કાંસના અધૂરા કામ ને પૂર્ણ કરવા કોર્પોરેશનના સત્તાધીશો કેમ લાપરવાહ છે તે સમજાતું નથી. આ તરફ તંત્ર સત્તાધીશો કહી રહ્યા છે કે વડોદરા ની તમામ વરસાદી કાંસની સફાઈ માટે જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.

(With Input, Yunus Gazi, Vadodara) 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…