બોટાદમાં વ્યાજખોરનો આંતક, બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
ભોગ બનનાર યુવક દર મહિને 10 હજાર રૂપિયા વ્યાજ ચૂકવતો હતો. યુવકનું કહેવું છે કે, છેલ્લા 3 મહિનાનું બાકી વ્યાજ વસૂલવા યુવરાજસિંહે લાકડી વડે ઢોર માર માર્યો હતો. યુવકને હાથ અને પગના ભાગે ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે યુવરાજસિંહ સામે ગુનો નોંધી પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદમાં વ્યાજખોરનો આંતક સામે આવ્યો છે. બાકી વ્યાજના પૈસા વસૂલવા વ્યાજખોરે યુવકને ઢોર માર માર્યો હતો. મૂળ પાળીયાદના રાકેશ જીજરીયા બોટાદમાં શુભમ કોમ્પલેક્સમાં સ્પેર-પાર્ટ્સની દુકાન ચલાવે છે. રાકેશ જીજરીયાએ પાળીયાદના યુવરાજસિંહ ડોડીયા પાસેથી 10 ટકા લેખે 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.
આ પણ વાંચો ખેડૂતો માટે સારા સમાચાર, કમોસમી વરસાદ બાદ આ જિલ્લામાં શરૂ કરાયો સર્વે