Gujarati Video : ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને આર્થિક ફટકો, બિયારણ અને મજૂરી સહિતનો ખર્ચો માથે પડ્યો

|

Mar 07, 2023 | 12:58 PM

Unseasonal rain : રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા કમોસમી વરસાદે જગતના તાતને ફરી પડ્યા પર પાટું માર્યું છે.

રાજ્યમાં ઉનાળાની શરુઆતમાં જ વરસાદી માહોલ જામ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોં સુધી આવેલો કોળિયો છીનવાયો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા કમોસમી વરસાદે જગતના તાતને ફરી પડ્યા પર પાટું માર્યું છે. માવઠાને કારણે અનેક શહેરોમાં ઉપજ પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.

APMCમાં પાકની બોરીઓ પલળી

ગાંધીનગરના કલોલના APMCમાં ઘઉં, બાજરી, એરંડા, રાઇ સહિતના પાકની બોરીઓ પલળી ગઇ. બીજી તરફ બનાસકાંઠામાં પણ ખેતરમાં રહેલા રાજગરા અને બટાકાના પાકને પણ વરસાદને કારણે વિપુલ નુકસાન પહોંચ્યું છે. પરિણામે ખેડૂતોને મોંઘા ભાવના બિયારણ અને મજૂરી સહિતનો ખર્ચો માથે પડ્યો છે.

તો અરવલ્લીમાં પણ મેઘરજના જીતપુર, ખાખરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસેલા વરસાદને કારણે ઘઉં, મકાઇ, ચણા સહિતનો ઉભો પાક નાશ પામ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત સહિત અન્ય જિલ્લાઓમાં ઘઉંનો ઘણો પાક નષ્ટ થયો છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

માવઠાના કારણે ભારે નુકસાન

જસદણમાં પડેલા વરસાદ કારણે ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘઉં, ચણા, ધાણા અને જીરૂ સહિતના પાકને માવઠાને કારણે નુકસાન થયું છે. જસદણ તાલુકામાં હજારો વીઘામાં શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ ખેડૂતોની આખી સિઝન પર પાણી ફરી વળ્યું છે. તૈયાર થયેલા પાકની લણણીનો જ સમય હતો અને તેવા સમયે કમોસમી વરસાદ થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ખેડૂતોએ કરેલી મહેનત પાણીમાં

ખેડૂતોએ આખી સિઝન પૈસાનું અને પરસેવાનું પાણી કર્યું. પાક પાછળ કરેલી મહેનતનું ફળ મળવાની તૈયારીમાં હતું અને તેમાં કુદરતની એક થપાટે ધરતીપુત્રોને રાતા પાણીએ રોતા કરી દીધા. પાકના વાવેતરથી લઈને લણણી સુધી બિયારણ, ખાતર અને પાણીનો ખર્ચ કર્યો, પાક ઉગીને તૈયાર હતો, પરંતુ માર્કેટયાર્ડ સુધી પહોંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન પહોંચાડ્યું છે. જગતનો તાત કુદરત સામે ફરી એકવાર પાંગળો સાબિત થયો છે. જેનું દર્દ ખેડૂતોના શબ્દોથી સમજી શકાય છે.

Published On - 12:15 pm, Tue, 7 March 23

Next Article