આજનું હવામાન : રાજ્યના આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ, કેટલાક જિલ્લામાં પડશે કાળઝાળ ગરમી, જુઓ વીડિયો

|

Mar 23, 2024 | 10:09 AM

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હિટવેવ અને વરસાદની શક્યતા છે.દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે.તો બીજી તરફ ગીર-સોમનાથ, દિવ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, આણંદ, ભરુચ, બોટાદ, જુનાગઢ, ખેડા, મહીસાગર, તાપી સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર, કચ્છ, મોરબી, મહેસાણા, નર્મદા,પંચમહાલ, પાટણ સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, દાહોદ, નવસારી સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, આણંદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, ખેડા, નવસારી સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, જુનાગઢ, મહીસાગર,નર્મદા,પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Next Video