આજનું હવામાન : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યા જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ, જુઓ વીડિયો

|

Apr 05, 2024 | 8:04 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકુ રહેશે. જ્ચારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. ગુજરાતમાં ચાર દિવસ બાદ ફરી આકરી ગરમીનો મારો જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકુ રહેશે.આગામી ત્રણ-ચાર દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે.ત્રણ-ચાર દિવસ બાદ નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.

નોંધનીય છે કે ગરમીમાં રાહત ફક્ત ચાર દિવસ જ રહેશે. ગુજરાતમાં ચાર દિવસ બાદ ફરી આકરી ગરમીનો મારો જોવા મળી શકે છે.ગરમી અંગે હવામાન વિભાગની આગાહી અનુસાર 4 દિવસ બાદ પારો 2થી 3 ડિગ્રી ઊંચકાઈ શકે છે.આમ 4 દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી શકે છે.

માવઠાની આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12થી 18 એપ્રિલ દરમિયાન પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્યગુજરાતના ભાગોમાં માવઠું થઇ શકે છે.કચ્છ, સુરત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા થવાની શક્યતા છે.

આજે ક્યા જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ,અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ,પાટણ, રાજકોટ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જ્યારે તાપી, નર્મદા, ભરુચ, અમરેલી સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video