Gujarati VIDEO : જામનગર કોર્પોરેશનમાં કરાર આધારિત કર્મચારીઓને પગાર ન મળતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે કર્યો અનોખો વિરોધ
કોર્પોરેટર રચના નંદાણીનો આરોપ છે કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને નિયમિત પગાર મળતો નથી, એટલુ જ નહીં તેમનુ PF પણ જમા કરાવવામાં આવતુ નથી.આ સાથે તેઓએ કોન્ટ્રાક્ટ એજન્સી સામે પગલા લેવા પણ માગ કરી છે.
જામનગર કોર્પોરેશનમાં કરાર આધારિત કર્મચારીઓને પગાર ન મળતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે અનોખો વિરોધ કર્યો. કોંગી કોર્પોરેટર રચના નંદાણી પોતાના માથે રજૂઆતના કાગળ ચોંટાડી મેયર કચેરી પહોંચ્યા હતા. તો મેયર હાજર ન હોવાથી દરવાજા પર રજૂઆતનો કાગળ ચોટાડીને વિરોધ કર્યો હતો.
કોર્પોરેટર રચના નંદાણીનો આરોપ છે કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને નિયમિત પગાર મળતો નથી, એટલુ જ નહીં તેમનુ PF પણ જમા કરાવવામાં આવતુ નથી. આ સાથે તેઓએ કોન્ટ્રાક્ટ એજન્સી સામે પગલા લેવા પણ માગ કરી છે.
કોર્પોરેટર રચના નંદાણીએ લગાવ્યા આક્ષેપ
તો આ તરફ જામનગરમાં જિલ્લા પંચાયતની બજેટની સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. બજેટની સામાન્ય સભા પહેલા બજેટની કોપી ન અપાતા વિરોધ થયો હતો. વિપક્ષી નેતાએ બજેટની કોપી ફાડીને વિરોધ નોંધાવ્યો. એટલુ જ નહીં તેમણે ટેબલ પર ચડીને સુત્રોચ્ચાર પણ કર્યો હતા. તો સાથે જ નારાજ થયેલા વિપક્ષના નેતાઓએ ચાલુ સભામાંથી વોકઆઉટ પણ કર્યું હતુ.
મહત્વનું છે કે ચાલુ સભામાં સ્થિતિ વણસતા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી.સામાન્ય રીતે સામાન્ય સભા પહેલાં બજેટની કોપી સભ્યોને આપવામાં આવે છે પણ જામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલા બજેટની કોપી આપવામાં ના આવતાં વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો.એટલુ જ નહીં વિરોધ કર્યા બાદ ચાલુ સભામાંથી વોકઆઉટ પણ કર્યું.