Junagadh : જંગલમાં રહેતા માલધારીઓના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવની હૈયાધારણા

|

May 25, 2022 | 12:15 PM

કેન્દ્રીય વનમંત્રી ભુપેન્દ્ર યાદવની(Bhupendra Yadav) ગીરની મુલાકાત દરમિયાન રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા પણ હાજર રહ્યા હતા.

ગીર જંગલમાં (Gir Forest) રહેતા માલધારીઓની સમસ્યા અંગે સરકાર ગંભીરતાથી વિચાર કરશે. સાસણની (Sasan Gir)મુલાકાતે આવેલા કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાને માલધારીઓને આ ખાતરી આપી છે. કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવની મુલાકાત સમયે માલધારી સમાજના લોકોએ અન્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. માલધારીઓનું કહેવું છે કે તેઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં રહેવા માટે માંગણી કરી રહ્યા છે. જેથી સરકાર માલધારી સમાજના માલ, ઢોર અને બાળકો માટે જમીન ફાળવણી કરે તેવી માંગણી કરી છે. તમને જણાવી દઈએ કે, માલધારીની વિવિધ સમસ્યાને લઇ સાંસદ પરિમલ નથવાણીએ પણ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે માલધારીઓની (Maldhari Community) સમસ્યા અંગે ચર્ચા કરી સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

માલધારીઓની સમસ્યા વિશે અવગત થયા

તાજેતરમાં કેન્દ્રીય વનમંત્રી ભુપેન્દ્ર યાદવે સિંહદર્શને આવ્યા હતા. તેમની ગીરની મુલાકાત દરમિયાન રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા પણ હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ લાયન અંતર્ગત ભુપેન્દ્ર યાદવે 6 જેટલા સિંહોના દર્શન કર્યા હતા અને જંગલાની સુરક્ષા તેમજ વિકાસકાર્યની સમીક્ષા કરી હતી. તમને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર યાદવે (Bhupendra Yadav) જંગલ સફારી બાદ નેસડાની મુલાકાત લીધી. નેસડાનાં જીવન અને માલધારીઓની સમસ્યા વિશે અવગત થયા હતા.

Published On - 8:19 am, Wed, 25 May 22

Next Video