કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ફરી ગુજરાત મુલાકાત, ભાજપની ચિંતન શિબિરમાં આપશે હાજરી

|

May 12, 2022 | 11:36 AM

CM ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન(CM Bhpendra Patel)  બન્યા બાદ પ્રથમ વખત ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને લઈ તમામ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીમાં લાગ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આગામી 15 અને 16મેએ ભાજપના ટોચના પદાધિકારીઓની ચિંતન શિબિર મળશે. જેમાં ભાજપની કોર કમિટી અને પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપના મહામંત્રી અને સંગઠનના ટોચના આગેવાનો સહિત 40 નેતા ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા કરશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે 

તમને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન(CM Bhpendra Patel)  બન્યા બાદ પ્રથમ વખત ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે હવે મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit shah) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે.જેમાં તેઓ આગામી 15 અને 16 મે ના દિવસે યોજાનારી ભાજપની ચિંતન શિબિરમાં પણ ભાગ લેશે.

વિધાનસભાની ચૂંટણીને પગલે BJPએ અત્યારથી તૈયારી આટોપી દીધી હોય તેવુ લાગી રહ્યું છે.કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે.PM મોદી 29 મેએ ગાંધીનગરમાં સહકારી મહાસંમેલનને સંબોધશે. વડાપ્રધાન પાછલા દોઢ વર્ષમાં ભાજપે જીતેલી સહકારી સંસ્થાના આગેવાનોને પણ સંબોધન કરશે.

Published On - 11:34 am, Thu, 12 May 22

Next Video