ગુજરાત સહિત દેશમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય મંત્રાલય સતર્ક, મનસુખ માંડવિયાએ બોલાવી બેઠક
તમામ રાજ્યોમાં વર્તમાન કોવિડની સ્થિતિ, ઈંફ્લુએન્ઝાના વધતા કેસો, વેન્ટિલેટર, દવા, આરોગ્યની લગતી મહત્વપૂર્ણ સુવિધા અંગે આ બેઠકમાં સમીક્ષા થશે. તો ગુજરાતમાંથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી જોડાશે.
દેશમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને કેન્દ્ર સરકાર સતર્ક બની છે. આવતીકાલે એટલે કે 19 ડિસેમ્બરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા કોવિડને લઈને તમામ રાજ્યના આરોગ્ય મંત્રી તથા અધિકારીઓ સાથે બેઠક કરશે. વીડિયો કોંફરન્સના માધ્યમથી સવારે 10 વાગ્યે બેઠક યોજાશે.
આ પણ વાંચો ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી, કોવિડના બે કેસ સામે આવ્યા
તમામ રાજ્યોમાં વર્તમાન કોવિડની સ્થિતિ, ઈંફ્લુએન્ઝાના વધતા કેસો, વેન્ટિલેટર, દવા, આરોગ્યની લગતી મહત્વપૂર્ણ સુવિધા અંગે આ બેઠકમાં સમીક્ષા થશે. તો ગુજરાતમાંથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી જોડાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ કોરોનાના બે કેસ સામે આવ્યા છે.