Ahmedabad : ‘જાણી જોઇને કાયદો તોડશો તો પસ્તાશો’, સ્ટંટબાજો સામે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની લાલ આંખ

|

Oct 26, 2022 | 3:07 PM

એક જાહેર કાર્યક્રમમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ હૂંકાર કર્યો છે કે જાણી જોઇને કાયદો (Law)  તોડનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.

જાહેરમાર્ગ પર સ્ટંટ (Stunt) કરનારાઓની હવે ખેર નથી. સ્ટંટબાજો જો કાયદો હાથમાં લેશે તો થશે કડક કાર્યવાહી. આમ તો દિવાળી (Diwali) સમયે ગૃહવિભાગે દંડની કામગીરી નહીં કરવા આદેશ કર્યો હતો. સરકારના (Gujarat Govt) નિર્ણયથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાહત થઇ છે, પરંતુ આ દરમિયાન અમદાવાદના (Ahmedabad) સિંધુ ભવન રોડ પરના સ્ટંટના દ્રશ્યોએ સરકારને હચમચાવી નાખી છે. અને તેથી જ ગૃહવિભાગે જાહેરમાં સ્ટંટ કરીને અન્યોના જીવ સામે જોખમ સર્જતા તત્વો સામે લાલ આંખ કરી છે. એક જાહેર કાર્યક્રમમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ હૂંકાર કર્યો છે કે જાણી જોઇને કાયદો (Law)  તોડનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.

સ્ટંટબાજ આરોપી શોધવા તપાસ તેજ

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં દિવાળી (Diwali) નિમિતે સિંધુ ભવન રોડ પર જાહેરમાં કેટલાક અસામાજીક તત્વોએ ફટાકડા ફોડી આંતક મચાવ્યો હતો. જાણો કાયદાની કોઈ પરવા જ ન હોય એ રીતે રસ્તા પર ફટાકડા ફોડી લોકોના જીવ સામે જોખમ સર્જ્યુ હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો, જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી  છે.

Next Video